નાયક નહી ખલનાયક- સીક્યુરીટીને કહ્યા વગર નીકળ્યા ગયા CM અને પહોચ્યા ઝૂપડપટ્ટીમાં ગરીબોને મળવા

થોડાક સમય પહેલાં જ ગુજરાતના મુખ્ય મંત્રી બનેલા ભુપેન્દ્ર પટેલ (Bhupendrabhai Patel )આજે સવારે વડોદરાના આજવા રોડ પર આવેલા એકતા નગર ઝુપડપટ્ટીની ઓચિંતા જ મુલાકાત…

થોડાક સમય પહેલાં જ ગુજરાતના મુખ્ય મંત્રી બનેલા ભુપેન્દ્ર પટેલ (Bhupendrabhai Patel )આજે સવારે વડોદરાના આજવા રોડ પર આવેલા એકતા નગર ઝુપડપટ્ટીની ઓચિંતા જ મુલાકાત લઈ લીધી હતી. ગુજરાતના મુખ્યમંત્રી વડોદરા(Vadodara)ના એકતાનગરમાં પહોંચતા જ ઝુપડપટ્ટીમાં વસતા ગરીબ લોકો અને ત્યાંના સ્થાનિક લોકોમાં ખખડાટ થવા લાગ્યો. ત્યાંના સ્થાનિક લોકો કહેવા લાગ્યા કે, ‘તમે ગુજરાતના સૌપ્રથમ મુખ્યમંત્રી છો, જે એકતા નગરમાં આવ્યા છો. આ પહેલા ગુજરાતના કોઈ CM અહીંયા આવ્યા નથી.

મુખ્યમંત્રીએ મુશ્કેલીઓને દૂર કરશે તેની બાહેંધરી આપી
વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા એકતાનગરમાં અનેક મુશ્કેલીઓ વેઠીને લોકો જીવી રહ્યા છે. આ સમય દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી આજે સવારે 9:30 એ અચાનક જ એકતાનગર ની મુલાકાતે પહોંચી ગયા હતા. CM ને આ સમય દરમ્યાન એક વૃદ્ધ મહિલા સહિત સ્થાનિક લોકોએ પોતાના વિસ્તારની જે મુશ્કેલીઓ હતી. તે સમગ્ર મુશ્કેલીઓ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે રજૂઆત કરી.

લોકો એ પૂછ્યું તમે CM છો તો પણ અહીંયા કેમ આવ્યા?
એક વૃદ્ધ મહિલાએ ગટરના પાણી અને પીવાના પાણીની સમસ્યા વિશે જણાવ્યું. ઉપરાંત તે મહિલા એમ પણ કહ્યું કે, તમે મુખ્યમંત્રી છો તો પણ અહીંયા આવ્યા બાકી આ જ દિવસ સુધી અહીંયા કોઈ પણ મુખ્યમંત્રી આવ્યા નથી. જેથી હું તમને એક વિનંતી કરું છું કે, તમે અહીંયાની પાણીની અને ગટરની વ્યવસ્થામાં સુધારો લાવો.

કોઈને જાણકારી નહોતી અને અચાનક જ પહોંચ્યા એકતાનગર
મુખ્યમંત્રીની સાથે બીજા રાજકીય અગ્રણીઓ પણ ન હતા. તે લોકોને પણ જાણ કરવામાં આવી નહોતી. ભુપેન્દ્ર પટેલ ને જોઈને એકતા નગરના લોકોમાં ખુશી છવાઈ ગઈ હતી. આ ઉપરાંત તેમણે વાઘોડિયાના સુખલીપુરા ગામની પણ મુલાકાત લીધી હતી. રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર  (Chief Secretary of Gujarat) સાથે અમદાવાદ (Ahmedabad) થી કારમાં સુખલીપુરા ગામે ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા .અહીં પણ તેઓ કોઈપણ સરકારી અધિકારીઓ કે મંત્રીઓને જાણ કર્યા વગર પહોંચ્યા હતા.

વિકાસના કામોનો ધ્યાનપૂર્વક નિરીક્ષણ કર્યું
ચાલુ ગાડી ને ઉભી રખાવી વાહનમાંથી ઉતરી ગ્રામીણ ખેડૂતો અને ત્યાંની મહિલાઓ સાથે વાતચીત કરીને લોકોને ખુશ કર્યા હતા. તેમણે ગ્રામીણ મહિલાઓ સાથે ગામમાં સફાઇ, પાણી, વીજળી જેવી પાયાની સુવિધા અંગે, શાળાએ જતા બાળકો સાથે શાળા શિક્ષણ અંગે લંબાણપૂર્વક વાતચીત કરીને સરકારની યોજનાઓના લાભ બરોબર મળે છે કે, કેમ તેવા પ્રશ્નો પૂછ્યા હતા.

આ ઉપરાંત મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના અને બીપીએલ રાશન કાર્ડ ની યોજના વિશે લોકોને પૂછપરછ કરી હતી. તેમાં તેઓ એ પૂછ્યું હતું કે તમને બધાને પૂરતું રાશન તો મળે છે ને? બરાબર સમય રાશનની દુકાન તો ખુલે છે ને? આવા પ્રશ્નો મુખ્યમંત્રીએ લોકોને પૂછ્યા હતા અને લોકો સાથે વાતચીત કરી હતી.

CM એ કહ્યું મારે તો ગામની વાસ્તવિક સ્થિતિ વિશે જાણવું હતું
ગામના સરપંચ સાથે સહજ ભાવે વાત કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘મારે તો ગામની વાસ્તવિક સ્થિતિ શું છે તેના વિશે માહિતી મેળવવી હતી.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *