નવી સરકાર બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલે પહેલી જ કેબિનેટ બેઠક કરી રદ- જાણો શા માટે લેવાયો નિર્ણય

ગુજરાત(Gujarat): રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) ગઈકાલે સાંજે 5 વાગે દિલ્હી જવા માટે રવાના થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, PM મોદીના નિવાસસ્થાને ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંજે 5 વાગે દિલ્હી જવા રવાના થયા હતા. મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિલ્હી પ્રવાસને લઈને આજે જે કેબિનેટની બેઠક(Cabinet meeting) યોજાવવા માટે જઈ રહી હતી તેને રદ્દ કરવામાં આવી છે. આવતીકાલે એટલે કે ગુરુવારના રોજ ગાંધીનગર(Gandhinagar) ખાતે કેબિનેટની બેઠક મળી શકે છે.

અમે તમને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીતની ઉજવણી કરવા માટે દિલ્હીમાં NDAના તમામ સાંસદો માટે ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડિનરમાં વડાપ્રધાન PM મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ દ્વારા NDAના તમામ સાંસદોને ડિનર માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોના પ્રશ્નો-રજૂઆતોના ટેકનોલોજીના માધ્યમથી નિવારણ માટે શરૂ કરેલા ‘સ્વાગત’ – સ્ટેટ વાઈડ અટેન્શન ઓન ગ્રીવન્સીસ થ્રૂ એપ્લિકેશન ઓફ ટેકનોલોજીની પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સફળતાપૂર્વક આગળ વધારી છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રી ગુરુવારના રોજ તારીખ 22મી ડિસેમ્બરના રોજ બપોરે 3 કલાકે મુખ્યમંત્રીના જનસંપર્ક કક્ષ, સ્વર્ણિમ સંકુલ-2 ખાતે યોજાનારા રાજ્ય ‘સ્વાગત’ કાર્યક્રમમાં હાજર રહીને નાગરિકો-પ્રજાજનોની રજૂઆતો સાંભળવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી ગુરુવારના રોજ રાજ્ય ‘સ્વાગત’માં પ્રજાજનોની રજૂઆતો સાંભળવામાં આવશે, નવી સરકારનો પ્રથમ ‘સ્વાગત’ કાર્યક્રમ ગુરુવારના રોજ 22મી ડિસેમ્બરે ગાંધીનગરમાં યોજાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 1 અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો જીતી હતી. મહત્વનું છે કે, કોંગ્રેસના ખાતામાં 17 અને આમ આદમી પાર્ટીના ખાતામાં પાંચ બેઠકો ગઈ છે. આ સાથે બાકીની 4 બેઠકો અપક્ષના ફાળે ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *