આજે સવારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાત સરકારને lockdown અંગે વિચાર કરવા માટે સૂચન કર્યું હતું અને સાથે સાથે કોરોના ની કામગીરી બાબતે સરકાર શું કરી રહી છે? તેની વિગતો પણ માગી હતી. હાઇકોર્ટના આ સૂચન બાદ ગુજરાતભરમાં lockdown ને અટકળો વહેતી થઈ હતી. ત્યારે દક્ષિણ ગુજરાતમાં એક કાર્યક્રમમાં હાજર રહેવા પહોંચેલા વિજય રૂપાણી સહિતના સરકારના ટોચના અધિકારીઓ અને નાયબ મુખ્યમંત્રી સહિતના નેતાઓ સુરત કલેકટર ઓફિસ ખાતે તાબડતોડ એક મિટિંગ બોલાવી હતી. કહેવાય રહ્યું હતું કે આજે સુરત માં આખી સરકાર આવી છે.
બપોરે હાઇ લેવલની આ મીટીંગ કર્યા બાદ વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરતા કોરોના અંગેની કામગીરી બાબતે ગુજરાત વાસીઓને સંબોધિત કર્યા હતા અને પત્રકારોના સવાલોના જવાબ આપ્યા હતા. સાથે સાથે ગુજરાત સરકાર કોરોના ને નાથવા માટે શું કામગીરી કરી રહી છે, તેની જાણકારી આપી હતી. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પત્રકારના કોરોના lockdown થશે કે નહીં? તે અંગેના સવાલના જવાબમાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, અમે સાંજે ગાંધીનગરમાં કોર કમિટીની મીટિંગ બોલાવીશું અને ત્યાર બાદ નિર્ણય જાહેર કરીશું.
CM રુપાણીએ વધુમાં કહ્યું હતું કે, કોરોના સામેના સંઘર્ષમાં રાજ્ય સરકાર કોઈ જ પીછેહઠ કરશે નહીં. હાઇકોર્ટના અવલોકન- રિપોર્ટ રાજ્ય સરકારને મળ્યા બાદ કોર ગ્રુપની બેઠકમાં ચર્ચા થશે ત્યારબાદ યોગ્ય નિર્ણય લેવાશે. રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસ બાબતે સરકાર અત્યંત ગંભીર છે અને તે માટે સરકાર દ્વારા આવશ્યક તમામ પગલાં લેવાઇ રહ્યાં છે. રાજ્યમાં કોરોના ટેસ્ટની સંખ્યા અને કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ વધારવામાં આવ્યું છે.
આ જાહેરાત બાદ ગુજરાતીઓ અને ખાસ કરીને ગૃહિણીઓ lockdown લાગશે તેવી ભીતિ સાથે શાકમાર્કેટ અને કરિયાણાની દુકાન સહિત ડિમાર્ટ જેવા ઘરમાં લગાવી દીધી હતી. સાંજ સુધી શાકમાર્કેટમાં શાક પણ વધ્યો નહોતો ત્યારે મા પ્રેમીઓ પણ ગલ્લાઓ અને ટોબેકો ની દુકાન ઉપર સંભવિત lockdown ની શક્યતાને જોતા ગુટકા તમાકુ નોસટોપ કરી લેવા પડાપડી કરતા જોવા મળ્યા હતા.
સી.એમ ના નિવાસસ્થાને ત્રણ કલાક ચાલેલી હાઈ લેવલ મીટીંગ બાદ હવે વિજય રૂપાણી સરકારે ગુજરાતમાં lockdown બાબતે સ્પષ્ટતા કરી છે અને ગુજરાતમાં lockdown લાગશે કે નહીં તે બાબતે જાણકારી આપી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ, આરોગ્યના ઉચ્ચ અધિકારીઓ, તેમજ એડવોકેટ જનરલ ત્રિવેદી પણ બેઠકમા હાજર રહ્યા હતા.
જેમાં ગુજરાતના વીસ શહેરોમાં રાત્રે ૮ થિ સવારે ૬ સુધી રાત્રી કર્ફ્યું થશે તેવી જાહેરાત કરાઈ છે. આ દરમ્યાન શું નિયમો હશે તેની વિસ્તૃત પણ મુખ્યપ્રધાને આપી છે. ૩૦ એપ્રિલ સુધી તમામ રાજકીય અને સામાજિક કાર્યક્રમો પર સંપૂર્ણ પ્રતિબંધ ની જાહેરાત કરાઈ છે. સરકારી ઓફિસો દરેક શની રવી ૩૦ એપ્રિલ સુધી રજા રહેશે. લગ્નમાં માત્ર ૧૦૦ લોકોને હાજર રાખી શકાશે. વધુ વિગતો અહી અપડેટ થશે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા,જૂનાગઢ, ગાંધીનગર, જામનગર, ભાવનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલી જેટલા શહેરોમાં આ નિયમો ખાસ લાગુ પડશે.
મોરવાહડફ અને ગાંધીનગર માં ચૂંટણીઓ હોવાથી ત્યાં આ નિયમો લાગુ નહી થાય તેવી સ્પષ્ટતા કરીને રુપાણીએ સ્પષ્ટ કર્યું છે, કે કોરોના વધે કે ઘટે ચૂંટણી નહી અટકવા દેવામાં આવે. APMCમાં આ SOP અનુસાર ભીડ એકઠી ન થાય તે માટે ધ્યાન રાખવાનું રહેશે. સરકાર પાસે ૩૦% વેન્ટીલેટર ખાલી છે. રાજ્યના સચિવોને તમામ જિલ્લાઓની જવાબદારી અપાઈ છે. વિભાગોના કામમાંથી અન્શિક મુક્તિ આપવામાં આવી છે. કોરોના બાબતે કામગીરી કરવા આદેશ અપાયા છે.
વિજય રુપાણીએ જણાવ્યું કે, બપોરની મીટીંગ બાદ દેશના ગૃહ મંત્રી સાથે વિડીયો કોન્ફરન્સ થઇ. અમીત શાહ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું છે. અને દિલ્હીથી ખાસ ટીમ ગુજરાત આવશે. કોરગ્રુપે ગુજરાત માટે મોટા નિર્ણયો કર્યા છે. ગુજરાતીઓને કામ સિવાય બહાર ન નીકળવાની પણ અપીલ કરવામાં આવી છે. વેક્સીનેશન માટે જનતા જાગૃત બને અને ૪૫ વર્ષથી ઉપરના લોકો જલ્દીથી રસી લગાવી લે. જેથી આ લડાઈમાં મદદ મળે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 3280 નવા કેસ નોંધાયા છે અને 2167 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અમદાવાદ અને સુરત શહેરમાં 7-7 તથા રાજકોટમાં 2 અને વડોદરામાં 1 મળી કુલ 17 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. આ સાથે જ કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 17 હજારને પાર થઈ ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.