AC દ્વારા પણ ફેલાય છે કોરોના, જાણો કેવી રીતે?

ભારતમાં અને વિશ્વ આખામાં કોરોના કહેર વર્ષાવી રહ્યો છે. આવામાં અનેક દેશ કોવિડ-19ને લઈને રિસર્ચ કરી રહ્યા છે. આવી જ એક સ્ટડી એર કંડીશનને લઈને…

ભારતમાં અને વિશ્વ આખામાં કોરોના કહેર વર્ષાવી રહ્યો છે. આવામાં અનેક દેશ કોવિડ-19ને લઈને રિસર્ચ કરી રહ્યા છે. આવી જ એક સ્ટડી એર કંડીશનને લઈને કરવામાં આવી, જે સૂચવે છે કે રેસ્ટોરન્ટમાં લાગેલા એર કંડીશને રેસ્ટોરન્ટમાં બેસેલા ત્રણ પરિવારોમાં કોરોના વાયરસનો સંક્રમણ ફેલાયો. આ સ્ટડી અમેરિકાના સેન્ટર ફોર કન્ટ્રોલ પ્રિવેન્શન દ્વારા ઇમરજિન્ગ ઇન્ફેક્સિયસ ડિઝીઝ જર્નલમાં પ્રકાશિત થઈ. સ્ટડી 10 કોવિડ-19 દર્દીઓ પર કરવામાં આવી.

આ ત્રણ પરિવારના 10 દર્દીઓ એક જ રેસ્ટોરન્ટમાં લંચ કરવા ગયા હતા. વુહાનથી આવનાર પ્રથમ સંક્રમિત વ્યક્તિ પાંચ માળના એ રેસ્ટોરન્ટમાં 24 જાન્યુઆરીએ જમવા ગયા હતા. તે રેસ્ટોરન્ટમાં કોઈ બારી ન હતી. જ્યારે બીજા પરિવારના સભ્યો નજીકના ટેબલ પર બેસીને જમી રહ્યા હતા.

પહેલા સંક્રમિત દર્દીમાં પહેલા દિવસે લક્ષણ દેખાવા લાગ્યા, જ્યારે બીજા પરિવારના સભ્યોને પાંચ ફેબ્રુઆરીએ સંક્રમણ થયો. ત્રણેય પરિવારના સભ્યો તે રેસ્ટોરન્ટમાં એક કલાક સુધી બેસ્યા હતા. સ્ટડીમાં જણાવવામાં આવ્યુ છે કે, થઈ શકે છે સંક્રમણ ડ્રોપલેટના કારણે ફેલાયુ હોય અને બીજા લોકો પણ સંક્રમિત થયા હોય. સ્ટડીમાં વધુમાં જણાવવામાં આવ્યુ છે કે, ટેબલ્સ વચ્ચેનો ગેપ અને વેન્ટીલેશન કોરોના વાયરસના સંક્રમણને ફેલાતા રોકી શકતો હતો.

કોરોના વાયરસને રોકવા માટે સૌએ લોકડાઉનનું પાલન કરીને ઘરમાં જ રહેવું જોઈએ. બહાર નીકળનારે સોશ્યિલ ડિસ્ટન્સ જાળવવું જોઈએ તેમજ માસ્ક પહેરવું જોઈએ. કોરોના કોઈ સામાન્ય વાયરસ નથી. સાવચેતી જ કોરોનાને ફેલાતો રોકી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *