છેલ્લા કેટલાક દિવસથી પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહના સબંધોમાં ખટરાગ ચાલી રહ્યો છે. તેવા અહેવાલો સામે આવી રહ્યા છે. પરંતુ હજુ સુધી આ વાત સપાટી પર આવી નથી. ત્યાં હવે ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાશે તેવી અફવા ઉડી છે. નીતિન પટેલની જગ્યાએ અમિત શાહ ટીમના ગણાતા વિજ્ય રૂપાણીને રાતો રાત બગાસું ખાતા પતાસું મળી ગયું હતું એ સૌ કોઈ જાણે છે. અને આ પતાસું મોઢામાં આપનાર કોણ છે એ પણ સૌ ગુજરાતીઓ સારી રીતે જાણે છે.
હાલમાં પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં કથળેલી કોરોનાની પરિસ્થિતિ ને લઈને રુપાણી સરકાર અને તેમના બ્યુરોક્રેટ્સ પર નારાજ હોવાના અહેવાલો આવ્યા હતા. જે બાદ અમુક બ્યુરોક્રેટ્સ પર સકંજો પણ કસવા માં આવ્યો છે. અને વિજય રૂપાણીને પણ ખુરશી છોડવી પડશે તેવી વાતો સામે આવી હતી.
આવું પ્રથમ વાર નથી થયું કે વિજય રુપાણીનું મુખ્યમંત્રી પદ ખતરામાં હોય. આ પહેલા પણ ઘણીવખત મીડિયા અહેવાલો આવી ચુક્યા છે કે વિજય રૂપાણીની પકડ મંત્રી મંડળ અને અધિકારીઓ ઉપર નથી. તેઓ તમામ નિર્ણયો દિલ્હી પૂછીને લેતા હોય છે. જેનો ફાયદો બ્યુરોક્રેટ્સ ઉઠાવે છે અને મુખ્યમંત્રી નું પણ ગાંઠતા નથી. આ વાત ખુદ મંત્રી અને ભાજપના ધારાસભ્યો કહી ચુક્યા છે.
પરંતુ અમિત શાહમાંથી રાજકારણના ગુણ શીખેલા વિજય રૂપાણી પણ રાજકારણના અઠંગ ખેલાડી છે. નોંધનીય છે કે જયારે જયારે મુખ્યમંત્રીનું પદ જોખમમાં હોય ત્યારે ત્યારે અફવા ઉડી છે કે, મનસુખ માંડવીયા કે પુરુષોત્તમ રૂપાલા મુખ્યમંત્રી બની શકે છે. પહેલેથી જ નીતિન પટેલ બનવાની તક પર પાણી ફ્રી વાળેલું છે. તેઓ નાયબ મુખ્યમંત્રી થી આગળ વધી શકે એમ નથી તેવું સૌ કોઈ જાણે છે. આ કામ કોણ કરી રહ્યું હોય તે સૌ સમજી શકે છે. રૂપાણીનો એકડો કાઢવા માટે બ્યુરોક્રેટ્સ જ પોતાના વિશ્વાસુ પત્રકારોનો ઉપયોગ કરે છે.
કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન ધરાવતા આ બંને નેતાઓને PM મોદી ક્યારેય છોડી શકે એમ નથી. તો સવાલ જ નથી થતો કે તેઓની કાર્યક્ષમતાને માળીયે મુકીને તેમને ગુજરાતની સીમાઓમાં મૂકીને રાષ્ટ્રીય લેવલે કામ કરવાની ક્ષમતાને ખોટી વેડફે. આજે આ અફવાઓએ જયારે જોર પકડ્યું ત્યારે ખુદ માંડવિયાએ ટ્વીટ કરીને મુખ્યમંત્રીનો બચાવ કરવા મજબુર થવું પડ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news