કોરોનાથી હાલ બેહાલ થતાં તંત્ર આવ્યું એક્શનમાં: CM રુપાણીએ આપ્યું નિવેદન- જાણો શું કહ્યું?

સમગ્ર રાજ્યમાં વધત જતી કોરોના પરીસ્તિથીને ધ્યાનમાં લઈ થોડા દિવસ પહેલાં CM વિજય રુપાણીએ સુરત શહેરની મુલાકાત લીધી હતી. ત્યારબાદ ગઈકાલે રાજકોટ શહેરની મુલાકાત લીધી…

સમગ્ર રાજ્યમાં વધત જતી કોરોના પરીસ્તિથીને ધ્યાનમાં લઈ થોડા દિવસ પહેલાં CM વિજય રુપાણીએ સુરત શહેરની મુલાકાત લીધી હતી. ત્યારબાદ ગઈકાલે રાજકોટ શહેરની મુલાકાત લીધી હતી.  મુલાકાત દરમિયાન સ્તિથીનું અવલોકન કરવામાં આવ્યું હતું ત્યારે હાલમાં એક સમાચાર સામે આવ્યા છે.

CM રૂપાણીએ ધન્વંતરી રથનું લોકાર્પણ કર્યું હતુ:
રથમાં મેડિકલ તથા પેરામેડિકલ સ્ટાફ હાજર રહેશે. આની સાથે જ કોરોનાનો એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે. ડાયાબિટિસ, બ્લડ સુગર, હિમોગ્લોબીનનો ટેસ્ટ પણ કરવામાં આવશે. ધન્વંતરી રથ મારફતે દર્દીઓને દવાઓ પણ આપવામાં આવશે.

આપને જણાવી દઈએ કે, અમદાવાદમાં હાલમાં કુલ 35 ધન્વંતરી રથ કાર્યરત રહેલાં છે. જયારે બીજી બાજુ લોકોમાં સંક્રમણ વધી જાય તે પછી તે દવાખાને આવે છે જેને લીધે મૃત્યુ થાય છે એટલે આ મામલે જો અગાઉથી જ ટેસ્ટ કરવામાં આવે તો કોરોનાથી મોત અટકાવી શકાય છે.

કોરોનાના સતત વધતા કહેરને લઇ CM રૂપાણીનું નિવેદન:
દેશમાં કોરોના સંક્રમણ સતત વધતું જઈ રહ્યું ત્યારે દેશમાં કુલ 1.35 લાખ જેટલા કેસ દરરોજ આવી રહ્યાં છે. ગુજરાત પણ કોરોના સંક્રમણના ભરડામાં છે. ગઈકાલે કુલ 4,500થી વધારે કેસ નોંધાયા છે. સરકાર દ્વારા લોકોને સારવાર આપવા માટે કટિબદ્ધ રહેલી છે. ખુબ ઓછા લોકો સંક્રમિત થાય તેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

સંક્રમિતોને તાત્કાલિક સારવાર આપવામાં આવે તે પ્રાથમિકતા છે. યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માટે વધુ કામ કરવું પડ્યું છે. એક અઠવાડિયામાં 15,000 બેડની ક્ષમતા વધારી દેવામાં આવી છે. કુલ 6,700 ઓક્સિજન બેડ ઉભા કરવામાં આવ્યા છે. આની સાથે ICU માં વધારો કરીને 3,100 બેડ કરી દેવામાં આવ્યા છે.

965 વેન્ટિલેટરનો વધારો કરી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં 5,000 બેડનો વધારો કરી દેવામાં આવ્યો છે. સુરતમાં 4000, વડોદરામાં 3500 બેડનો વધારો કરી દેવામાં આવ્યો છે. આની સાથે જ 4 મનપા અમદાવાદ, સુરત, વડોદરા તથા રાજકોટના વિસ્તારમાં વધારે સંક્રમણ છે.

સરકાર દ્વારા ખુબ ઝડપથી સારવાર મળે તેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. આની સાથે જ લોકોને વિનંતી કરી છે કે, બહાર નીકળવાનું ટાળે. કામ પૂરતું જ લોકો બહાર નીકળે. સ્વંયભૂ જ લોકો બહાર નીકળવાનું ટાળે. માસ્ક ફરજિયાત પહેરવાનું રાખવું જોઈએ.

રેમડેસિવિર ઇન્જેક્શનને લઇ CM રૂપાણીએ આપ્યું નિવેદન:
સુરતમાં 12,000 રેમડેસિવિર ઈન્જેક્શન મોકલવામાં આવ્યા છે. છેલ્લા અઠવાડિયામાં 88,000 ઈન્જેક્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. 3 લાખ ઈન્જેક્શનનો ઓર્ડર આપવામાં આવ્યો છે. હાલમાં દરરોજ 1.20 લાખ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.

42 દર્દીઓના મોતથી મચ્યો ખળભળાટ:
અહીં નોંધનીય છે કે, રાજ્યમાં 42 લોકોના સારવાર મોત થતાં મૃત્યુઆંક 4,697 ને પાર કરી ચુક્યો છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો આની સાથે જ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં હાલમાં 187 લોકો વેન્ટિલેટર પર રહેલાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *