રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં છેલ્લા 45 વર્ષથી વધારે સમયથી દુકાનો, જમીનોના ભાડાપટ્ટેદારોને હવે માલિકીનો હક્ક આપવાનો રાજ્યસરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદના દરેક ઝોનમાં મ્યુનિસિપલ કોર્પોરેશને વાર્ષિક તેમજ માસિક ટોકન ભાડેથી આપી હોય તેવી બાંધકામ સાથેની અને પ્રીમિયમ વગરની અંદાજે 2,734 દુકાનો અને મિલકતો આવેલી છે. જમીનો ભાડે આપી હોય તેવા 147 કિસ્સાઓ છે, નિર્વાસિત સિંધી પરિવારોને જમીન, દુકાન અને મિલકત ભાડે આપી હોય તેવા સરેરાસ 1,196 કેસો છે.
આવી રીતે આ બધા મળીને ટોટલ 4,077 કેસોમાં અમદાવાદ કોર્પોરેશન દ્વારા માલિકીહક્ક આપવામાં આવશે. CM વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર તેમજ સાથે-સાથે અમદાવાદ મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની હાજરીમાં યોજાયેલી ઉચ્ચકક્ષાની મીટીંગમાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. ટૂંકમાં કહીએ તો, થોડા જ સમયમાં ચૂંટણી આવી રહી છે, જેના કારણે મતદાતાઓને ધ્યાને રાખી આ વર્ષોથી અટવાતા પ્રશ્નોનો રાજ્ય સરકારે ઉકેલ શોધ્યો છે.
હાલના સમયમાં આ 4,077 કિસ્સાઓમાં મ્યુનિસિપલ કોર્પોરેશન વર્ષો વર્ષ સુધી લોકો પાસેથી ભાડાની વસુલાત કરતી હતી. પટ્ટેદારો અને કબજેદારો દ્વારા જંગી ભાવે પ્રીમિયમ ચૂકવી તેમના નામે મિલકતો કરી આપવા કોર્પોરેશનને વારંવાર રજૂઆતો કરવામાં આવતી હતી, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવતો નહોતો. અને માલિકીહક્ક પોતે રાખી ભાડાપટ્ટા રિન્યૂ કરી આપતા હતા. હવે સ્વાભાવિક છે કે, રાજ્ય સરકારના આ નિર્ણયથી ભાડુઆતોમાં ખુશીનો માહોલ આવશે અને કોર્પોરેશનને આવી મિલકતોના હવે વેચાણ દસ્તાવેજથી મોટી આવક પણ મળશે.
ખરેખરતો આ સમગ્ર નિર્ણય હસમુખ અઢિયા સમિતિની ભલામણના કારણે લેવામાં આવ્યો છે. આ સમિતિએ COVID-19(કોરોના મહામારી)ના કારણે સર્જાયેલી આર્થિક કટોકટી અને ભારે મંદી માંથી બહાર આવવા માટે ફરજીયાતપણે શક્ય હોય તેવી મિલકતો-પ્લોટનું વેચાણ કરી તેમાંથી આવક ઉભી કરવા રાજ્ય સરકારને સૂચન કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews