વિદ્યાર્થીઓના હિતમાં રૂપાણી સરકારનો મોટો નિર્ણય- ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીને…

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિદ્યાર્થીઓના અભ્યાસ, ઓનલાઇન હાજરી અને શિક્ષક સજજતા સહિતના વિવિધ પ્રોજેક્ટ્સ યોજનાઓના અમલીકરણ અને મોનિટરિંગના હેતુસર શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગરમાં કાર્યરત કરાયેલા અદ્યતન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0 ના નવા ભવનનું લોકાર્પણ કર્યુ છે.

શિક્ષણમાં ડિજિટલાઈઝેશન માટે સરકારે શરૂ કરેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના નવા ભવનનું આજે મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામા આવ્યુ હતું. આ પ્રસંગે સરકારે ધો.1થી12ના વિદ્યાર્થીઓને હોમ લર્નિંગ-ઓનલાઈન શિક્ષણ માટે G-SHALA એટલે કે (ગુજરાત સ્ટુડન્ટ્સ હોલીસ્ટિક એડપ્ટીવ લર્નિંગ એપ) એપ લોન્ચ કરી છે. જેમા વિદ્યાર્થીઓને તમામ ધોરણો-તમામ વિષયોનું ઈ-કન્ટેન્ટ મળશે.

સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની કામગીરી અને શિક્ષકોની હાજરી સાથે વિદ્યાર્થીઓની હાજરી તેમજ મૂલ્યાંકન પર નજર રહેતે માટે સરકારે ગાંધીનગરમાં કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ શરૂ કર્યો છે.જેમાં થોડા સમય બાદ હવે નવા ભવનનું આજે ઉદઘાટન કરાયુ છે.

આ ઈ-કન્ટેન્ટમાં એનિમેટેડ વીડિયો, પ્રયોગોના સિમ્યુલેશન્સ, સ્વ અધ્યયન અને સ્વ મૂલ્યાંકન મોડ્યુલ અને સંદર્ભ-પૂરક સાહિત્ય ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ સુવિધાઓને વિદ્યાર્થીઓ કોઈપણ ડિવાઈસ કે પ્લેટફોર્મથી એક્સસ કરી શક્શે.

રાજ્યની 5400 જેટલી પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, 3 લાખ કરતા વધારે શિક્ષકો અને એક કરોડ ઉપરાંતના વિદ્યાર્થીઓના માળખાની દેખરેખ માટે કંટ્રોલ સેન્ટરના નવા બિલ્ડીંગને એડવાન્સ ટેકનોલોજી સાથે તૈયાર કરાયુ છે.

આ સેન્ટરમાં ડેટાને મશિન લ્રનિંગ, વિઝ્યુઅલ પાવર સીક્યુબ ટૂલથી એનેલાઈઝ કરાશે અને સ્ટેટ લેવલે શિક્ષકો-વિદ્યાર્થઓની ઓનલાઈન રીયલ ટાઈમ એટેન્ડન્સ જાણી શકાશે. આ ઉપરાંત સરકાર દ્વારા હોમ લર્નિંગ માટે ગુજરાત સ્ટુડન્ટ હોલિસ્ટિક એડેપ્ટિવ લર્નિંગ એપ શરૂ કરાઈ છે. જેમાં ધો.1થી12ના વિદ્યાર્થીઓ મટે ઈ-કન્ટેન્ટ અને લર્નિંગ મેનેજમેન્ટ સીસ્ટમ તૈયાર કરવામા આવ્યા છે.

સ્માર્ટફોન ધરાવતા ધોરણ 1 થી 12ના 56 લાખથી વધુ વિદ્યાર્થીઓ G-SHALA એપ્લિકેશન દ્વારા જુદા જુદા મોડયુલથી ભણી શકશે. મહત્વનું છે કે સમયસર પરીક્ષાઓ લઈ ન શકતી,ભરતી ન કરી શકતી, પરિણામો જાહેર ન કરી શકતી અને શિક્ષણલક્ષી નિર્ણયો લેવામા હંમેશા છબરડા કરતી સરકાર માત્ર ઉદઘાટનોમાં સારી કમાન્ડ ધરાવે છે અને શિક્ષણલક્ષી મહત્વના  નિર્ણયો લેવામા કંટ્રોલ રાખે છે.

સરકાર દ્વારા કંટ્રોલરૂમો શરૂ કરાય છે, હોમ લર્નિંગ માટે એપ્લિકેશન લોન્ચ કરાય છે અને નવા નવા ડિજિટલ પ્રયોગો થાય છે પરંતુ જે વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટ ફોન કે ટીવી નથી તેવા ગરીબ બાળકો માટે શિક્ષણની કોઈ વૈકલ્પિક નક્કર વ્યવસ્થા નથી તેમજ ગરીબ બાળકોને મફત શિક્ષણ માટે આરટીઈની પ્રવેશ પ્રક્રિયા હજુ કોઈ ઠેકાણા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *