ગુજરાતની વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતીઓને ભુપેન્દ્ર પટેલની સરકારે ગુજરાતીઓને દિવાળી ગીફ્ટ Diwali Gift આપી છે. હવે ગુજરાતના ઉજવ્વાલા યોજનાના લાભાર્થી ગેસ સિલિન્ડર (Gas Cylinder) ધારકો માટે સારા સમાચાર છે. જો તમે પણ ગેસ સિલિન્ડરનો Gas Price) ઉપયોગ કરો છો તો હવેથી સરકાર 2 ફ્રી ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી રહી છે. ગુજરાત સરકારે રાજ્યના લોકો માટે મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણયમાં Gujarat સરકારે રાજ્યના પરિવારને 2 એલપીજી સિલિન્ડર મફતમાં આપવાની જાહેરાત કરી છે.
એટલું જ નહિ ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે સત્તા પક્ષ અને વિરોધ પક્ષ લોકોના મત પોતાની તરફ ખેંચવા માટે વચનો આપતી હોય છે. પરંતુ હાલમાં સત્તામાં રહેલી ભાજપા સરકારે સીએનજી પીએનજીના વેટમાં 10 ટકા ઘટાડાની જાહેરાત કરીને લોકોને મોટી રાહત આપી દીધી છે. જેના કારણે રસોઈ ગેસ અને વાહનો માટેના ગેસની કિમતમાં ઘટાડો થશે.
ગુજરાત સરકારના પ્રવક્તા અને મંત્રી જીતું વાઘાણીએ કહ્યું કે, ગુજરાત નેચરલ ગેસ ઉત્પાદન વપરાશ મામલે અગ્રેસર છે. દેશનો 80% ગેસ ગુજરાતના બંદરો પરથી આયાત થાય છે. ગુજરાતના 21.21 લાખ ઘરોમાં પાઈપલાઈનથી ગેસ પહોંચે છે. માટે CNG અને PNG ના વેટમાં 10% ઘટાડા નો સરકારે નિર્ણય કર્યો છે. રીક્ષા ચાલકો અને સામાન્ય જનતા માટે આ નિર્ણય રાહતભર્યો છે. આ ઘટાડાથી સરકાર 300 કરોડની રાહત અપાશે. PNG માં 10 કિલોના વપરાશે 50-55 રૂપિયાનો સીધો લાભ મળશે. તો 14 લાખ CNG વાહન ચાલકોને સીધો ફાયદો થશે.
આમ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલાં સરકારે ઉજ્જવલા યોજના ધારકોને દર વર્ષે બે ગેસ સિલિન્ડર ફ્રીમાં આપવાની જાહેરાત કરી છે. તો સીએનજી પીએનજીના વેટમાં 10 ટકા ઘટાડાની જાહેરાત પણ ગુજરાત ભાજપા સરકારે કરી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.