ચોમાસાંની શરૂઆત થઈ ચુકી છે. ત્યારે વરસાદમાં સાપ નીકળવાની પણ ઘટનાઓ સામાન્ય છે. ઘણીવાર ઘરમાં તો ઘણીવાર ખેતરમાં પણ સાપ જોવા મળે છે, પણ મિર્ઝાપુરમાં તો કોબ્રા સાપ એક વ્યક્તિનાં જીન્સનાં પેન્ટમાં જ ઘુસી ગયો હતો. ત્યારપછી કલાકો સુધી તે યુવક બીકનો માર્યો થાંભલો પકડીને જ ઉભો રહ્યો હતો. સવાર થતાં તો મદારીની સહાયથી પેન્ટમાંથી સાપ બહાર કાઢવામાં આવ્યો હતો.
આ દરમિયાન પોલીસ તથા વહીવટી તંત્રની ટીમોની સાથે ઘણાં ગ્રામીણ લોકો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. પોલીસે એમ્બ્યુલન્સ પણ બોલાવીને રાખી હતી, કે જેનાથી કોઇપણ અનિચ્છનીય ઘટના થાય તો તાત્કાલિક સારવાર પણ આપી શકાય. અહીં ઉલ્લેખનીય છે, કે સમગ્ર મામલો જમાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સિકંદરપુર ગામનો છે. અહીંયા પ્રાથમિક વિદ્યાલયમાં ઘણાં વીજળી મજૂરો પણ ‘સૌભાગ્ય યોજના’ અંતર્ગત કામ કરી રહ્યા હતા.
આ ઘટનામાં અલ્હાબાદનો રહેવાસી લવલેશ પણ હતો. લોકોએ જણાવ્યું હતું, કે રાતનાં અંદાજે 12 વાગ્યે ઊંઘતા સમયે જ લવલેશનાં જીન્સ પેન્ટમાં સાપ ઘુસી ગયો હતો. યુવકને જ્યારે જાણ થઈ તો તે ડરથી ધ્રુજવા લાગ્યો હતો, પણ તેણે સમજદારી બતાવી હતી અને તે ધીરે-ધીરે ઉભો થઇને તે મકાનનાં પિલ્લર પકડીને ઉભો રહ્યો હતો.
ત્યારપછી તે આખી રાત અંદાજે 7 કલાક પોતાનો જીવ બચાવવા માટે થાંભલો પકડીને ઉભો રહ્યો હતો. સવાર થતાં જ લોકોને યુવકની મુશ્કેલીની ખબર પડી હતી. આ દરમિયાન પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પોલીસ પહોંચી ગઈ હતી અને મદારીને પણ બોલાવવામાં આવ્યો હતો. આ દરમિયાન યુવકને જોવા માટે ઘટનાસ્થળે ગ્રામીણોની ભીડ પણ ભેગી થઈ ગઈહતી. ઘણાં લોકો તો તેનો વિડીયો પણ બનાવી રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP