ધાબળા અને સ્વેટર બહાર રાખજો! ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, અંબાલાલ પટેલે કરી કાતિલ ઠંડીની આગાહી

Gujarat Weather Forecast: ગુજરાતમાં હાલમાં શિયાળાની અપેક્ષા છે, અને અંબાલાલ પટેલે હવામાનની બીજી આગાહી બહાર પાડી છે. અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે રાજ્યમાં 17 નવેમ્બરથી ઠંડીની અસર જોવા મળશે. ઉત્તર ભારતમાં તાપમાનમાં ઘટાડો થવાની (Gujarat Weather Forecast) પણ વાત કરવામાં આવી છે. વધુમાં, તેમણે આગાહી કરી હતી કે ઉત્તર ગુજરાતનું લઘુત્તમ તાપમાન કદાચ 16 ડિગ્રી સુધી પહોંચશે.

અંબાલાલ પટેલની આગાહી
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, “રાજ્યમાં 17 નવેમ્બરથી ઠંડીની શરૂઆત થઈ શકે છે.” 23, 24 અને 25 નવેમ્બરની તારીખોમાં નોંધપાત્ર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળે તેવી શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે લઘુત્તમ-મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. અંબાલાલ પટેલે ઉમેર્યું હતું કે, લઘુત્તમ તાપમાન ઘટે તો પણ મહત્તમ તાપમાન ઘટવાને હજુ સમય છે.

ગુજરાતમાં ગગડશે ઠંડીનો પારો
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતમાં કદાચ સૌથી ઓછું તાપમાન 16 ડિગ્રી રહેવાનું છે. સવારે લગભગ 15 ડિગ્રી તાપમાન સાથે ઠંડી રહેશે. લઘુત્તમ અને મહત્તમ બંને તાપમાન અનુક્રમે વધી રહ્યું છે અને ઘટી રહ્યું છે.

તેમણે આગાહી કરી હતી કે 22, 23 અને 24 નવેમ્બરે અરબી સમુદ્રમાં લો પ્રેશર વિકસિત થશે. 22, 23, 24 અને 25 નવેમ્બરે બંગાળની ખાડીમાં ડિપ્રેશનની રચના જોવા મળશે. નવેમ્બરના ત્રીજા સપ્તાહ દરમિયાન ચક્રવાત આવી શકે છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 29 નવેમ્બર સુધી ઠંડીનો ચમકારો વધી શકે છે. 29 નવેમ્બર પછી સૌથી નીચું તાપમાન 8 થી 10 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે.