અંબાલાલ પટેલની મોટી આગાહી- આ દિવસથી હાડ થીજવતી ઠંડીથી ગુજરાતીઓને મળશે મુક્તિ

ગુજરાત(Gujarat): આપણે સૌ જાણીએ છીએ કે, વર્ષ 2023ની શરૂઆત થઈ ગઈ છે. આ સાથે હવે ઠંડીમાં પણ વધારો થવાનો છે. ઉત્તર ભારતમાં ઠંડા પવનોની અસરને…

ગુજરાત(Gujarat): આપણે સૌ જાણીએ છીએ કે, વર્ષ 2023ની શરૂઆત થઈ ગઈ છે. આ સાથે હવે ઠંડીમાં પણ વધારો થવાનો છે. ઉત્તર ભારતમાં ઠંડા પવનોની અસરને કારણે ગુજરાતમાં ઠંડી વધી રહી છે. રાજ્યના હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા આગામી પાંચ દિવસ સુધી ઠંડા પવનો ફુંકાવાની આગાહી કરવામાં આવી છે. તો બીજી બાજુ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે(Ambalal Patel) આ કડકડતી ઠંડી ક્યારે જશે તેની પણ આગાહી કરી દેવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા આગાહીમાં તારીખ જણાવતા કહ્યું છે કે, આ દિવસે ગુજરાતમાંથી ઠંડી ગાયબ થઈ જશે.

મહત્વનું છે કે, હાલ ઉત્તર ભારતના પવનોને લીધે હાડ થીજવતી ઠંડી પડી રહી છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આ ઠંડી ક્યારે જશે અને ગુજરાતીઓને કડકડતી ઠંડીમાંથી ક્યારે મુક્તિ મળશે તે અંગે જણાવ્યું હતું. અંબાલાલ પટેલે જણાવતા કહ્યું હતું કે, જાન્યુઆરી મહિનામાં ગુજરાતના હવામાનમાં એક બાદ એક ઘણા પલટા આવવાની શક્યતા છે. દેશના ઉત્તરીય પાર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા પણ સેવાઈ રહી છે. તો જાન્યુઆરીના શરૂઆતના દિવસોમાં હળવા વાદળોની શક્યતા જણાઈ રહી છે, 6 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી દરમિયાન પશ્ચિમ વિક્ષેપ આવવાની સંભાવનાઓ છે. આ પશ્ચિમી વિક્ષેપથી આવવાથી ઠંડીમાં ઘટાડો થશે તેવી સંભાવના સેવાઈ રહી છે.

અંબાલાલ પટેલ વધુમાં જણાવતા કહ્યું હતું કે, 9 જાન્યુઆરીએ પશ્ચિમી વિક્ષેપ હટી જવાથી ઠંડીમાં વધારો થઇ શકે છે. 10, 11 અને 12 જાન્યુઆરીએ હવામાનમાં મોટો પલટો આવતા ઠંડીમાં વધારો થશે. 10 જાન્યુઆરીએ ઠંડા પવનો ફૂંકતા મધ્ય ગુજરાતમા ન્યુત્તમ તાપમાનમાં ઘટાડો થઇ શકે છે. અમદાવાદમાં ન્યુતમ તાપમાન 12 ડિગ્રી આજુબાજુ રહેશે. જ્યારે ગાંધીનગરમાં ન્યુતમ તાપમાન 10 ડિગ્રી રહેવાની સંભાવનાઓ છે. 16 અને 17 જન્યુઆરીએ હવામાનમાં પલટો આવતાની સાથે જ વાદળવાયું જોવા મળશે. તો 20 જન્યુઆરી સુધી વાદળવાયું વાતાવરણ જોવા મળશે.

રાજ્યના વિવિધ શહેરોનું લઘુત્તમ તાપમાન:
અમદાવાદ 13.1 ડિગ્રી, ડીસા 10.3 ડિગ્રી, ગાંધીનગર 10.7 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગર 10.9 ડિગ્રી, વડોદરા 11.6 ડિગ્રી, સુરત 14.5 ડિગ્રી, વલસાડ 13.5 ડિગ્રી, ભુજ 10.8 ડિગ્રી, નલીયા 8.8 ડિગ્રી, કંડલા એરપોર્ટ 9.0 ડિગ્રી, અમરેલી 13.6 ડિગ્રી, ભાવનગર 14.4 ડિગ્રી, પોરબંદર 11.6 ડિગ્રી, રાજકોટ 11.9 ડિગ્રી, સુરેન્દ્રનગર 12.5 ડિગ્રી અને મહુવા 13.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *