કઈ ફિલ્મ આગળ નીકળી? રજનીકાંત, સન્ની દેઓલ કે અક્ષય કુમાર? Collection of Jailer, OMG 2 and Gadar 2

Published on Trishul News at 5:12 PM, Mon, 14 August 2023

Last modified on August 14th, 2023 at 5:12 PM

જેલર કલેક્શનઃ 11 ઓગસ્ટે રિલીઝ થયેલી સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’ (Gadar 2 Collection) એ પહેલા અને બીજા દિવસે શાનદાર કમાણી કરી હતી. આમ છતાં આ ફિલ્મ રજનીકાંતની ફિલ્મ ‘જેલર’ને (Rajnikanth’s Jailer Collection) ટક્કર આપી શકી નથી અને અક્ષય કુમારની OMG 2 તો સાવ ત્રીજા નંબરે ફેકાઈ છે. જાણો ત્રણેયનું કલેક્શન….

સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ‘ગદર 2’એ બોક્સ ઓફિસ પર શાનદાર શરૂઆત કરી હતી. પહેલા દિવસે ફિલ્મે 40 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું અને બીજા દિવસે આ આંકડો વધીને 43 કરોડ રૂપિયા થઈ ગયો. જે બમ્પર કમાણી ગણાય છે.

પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ જબરદસ્ત ઓપનિંગ પછી પણ આ ફિલ્મ રજનીકાંતની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘જેલર’ને ટક્કર આપી શકી નથી, જેને સાઉથનો ભગવાન કહેવામાં આવે છે. હકીકતમાં, જેલરે તેની રિલીઝના પહેલા દિવસે જ 48.35 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

બીજી તરફ જો ફિલ્મના બીજા દિવસના કલેક્શનની વાત કરીએ તો રિલીઝના બીજા દિવસે ફિલ્મના આંકડામાં ઘણો ઘટાડો જોવા મળ્યો હતો. ફિલ્મે માત્ર 27 કરોડની કમાણી કરી છે. જે પહેલા દિવસની સરખામણીએ ઘણું ઓછું હતું. બંને દિવસની કમાણી જોડીએ તો 75.35 કરોડ થાય છે.

પરંતુ ત્રીજા દિવસે ફરી એકવાર ફિલ્મની કમાણીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો. ફિલ્મે ત્રીજા દિવસે 34 કરોડનું ગ્રાન્ડ કલેક્શન કર્યું હતું. જે બાદ ફિલ્મે ત્રણ દિવસમાં 100 કરોડનો આંકડો પાર કરી લીધો હતો. હવે ફિલ્મની કુલ કમાણી 109 કરોડથી વધુ છે.

જણાવી દઈએ કે આ ફિલ્મ દ્વારા રજનીકાંતે બે વર્ષ બાદ મોટા પડદા પર એન્ટ્રી લીધી છે. આ જ કારણ છે કે ફેન્સ તેમના ફેવરિટ સ્ટાર્સને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મમાં અભિનેતા પોલીસકર્મીના રોલમાં જોવા મળે છે.

જણાવી દઈએ કે આ બંને ફિલ્મોની સાથે અક્ષય કુમારની ફિલ્મ ‘OMG 2’ પણ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મે બે દિવસમાં 25.56 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

Be the first to comment on "કઈ ફિલ્મ આગળ નીકળી? રજનીકાંત, સન્ની દેઓલ કે અક્ષય કુમાર? Collection of Jailer, OMG 2 and Gadar 2"

Leave a comment

Your email address will not be published.


*