વરસતા વરસાદમાં અક્ષરધામ મંદિર પહોંચ્યા બ્રિટનના PM ઋષિ સુનક અને પત્ની અક્ષતા- ભગવાન સ્વામિનારાયણના કર્યા દર્શન

Published on Trishul News at 11:48 AM, Thu, 10 August 2023

Last modified on October 10th, 2023 at 9:49 AM

ભારતમાં હાલ G20 સંમેલન ચાલી રહ્યું છે. દેશ-વિદેશના નેતા-પ્રતિનિધિઓ હાલ ભારતના મહેમાન બનીને આવ્યા છે. બ્રિટિશ PM ઋષિ સુનક અને તેમના પત્ની અક્ષતા મૂર્તિ સાથે દિલ્હી સ્થિત અક્ષરધામ મંદિર પહોંચ્યા છે. સુનકની સુરક્ષા માટે મંદિર પરિસર પર સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

અક્ષરધામ મંદિર પહોંચતા, સ્વામી નારાયણ મંદિરના મુખ્ય પૂજારીએ ઋષિ સુનક અને અક્ષતા મૂર્તિ બંનેનું સ્વાગત પણ કર્યું છે. તે પછી તે બંનેને મુખ્ય મંદિરમાં લઈ ગયા અને ત્યાં પૂજા પણ કરી હતી. મળતી માહિતી અનુસાર, આ દરમિયાન બંને દંપતીએ મુખ્ય મંદિરની પાછળ સ્થિત અન્ય મંદિરમાં જલાભિષેક પણ કર્યો હતો. ઋષિ સુનક અને પત્ની અક્ષત મૂર્તિ બંનેને હિન્દુ ધર્મ પ્રત્યે ઘણી આસ્થા છે. ભારે વરસાદ હોવા છતા તેઓ મંદિરે દર્શન કરવા પણ પહોંચ્યા હતા.

બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક તેઓ ભારતીય મૂળના છે અને તેઓ કહેતા રહે છે કે મને હિન્દુ હોવા પર ગર્વ છે. હાલમાં જ ન્યૂઝ એજન્સી ANI સાથે તેમની વાતચીતમાં ઋષિ સુનકે કહ્યું કે તેમને હિંદુ હોવા પર ખુબ ગર્વ છે. ઋષિ સુનકે વધુમાં જણાવ્યું કે તાજેતરમાં જ તેણે રક્ષાબંધનનો તહેવાર મનાવ્યો હતો, પરંતુ સમયના અભાવે તે જન્માષ્ટમીનો તહેવાર ઉજવી શક્યો ન હતો.

તમને આ મંદિર વિશે વધુમાં જણાવ્યું છે કે મંદિરની સુંદરતા અને તેના શાંતિ, સંવાદિતા અને તમને વધુ સારા માણસ બનવા માટે તમને પ્રેરિત કરે છે.અને સાર્વત્રિક સંદેશથી તમે આશ્ચર્યચકિત થઈ જાસો. આ માત્ર પૂજાનું સ્થળ નથી, પરંતુ એક સીમાચિહ્ન છે જે ભારતના મૂલ્યો, સંસ્કૃતિ અને વિશ્વમાં એક અનોખું યોગદાનને આપે છે.

સંસ્થાના વરિષ્ઠ સ્વામી બ્રહ્મવિહારી સ્વામીએ કહ્યું કે, “સ્વામિનારાયણ અક્ષરધામમાં વડાપ્રધાનનું સ્વાગત કરવું અને પરમ પવિત્ર મહંત સ્વામી મહારાજના શાંતિ, એકતા અને જનસેવાના સંદેશને શેર કરવો એ સન્માનની વાત છે. યુકેનો ભારત સાથેનો સંબંધ મિત્રતાના બંધન પર બાંધવામાં આવ્યો છે અને સાંસ્કૃતિક આદાનપ્રદાન તેમજ યુકેમાં જીવંત ભારતીય ડાયસ્પોરા દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ મુલાકાત દ્વારા આ સંબંધને વધુ મજબૂત કરવા બદલ અમને આનંદ થયો.”

Be the first to comment on "વરસતા વરસાદમાં અક્ષરધામ મંદિર પહોંચ્યા બ્રિટનના PM ઋષિ સુનક અને પત્ની અક્ષતા- ભગવાન સ્વામિનારાયણના કર્યા દર્શન"

Leave a comment

Your email address will not be published.


*