સમગ્ર રાજ્યમાં આપઘાતના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે અમદાવાદ શહેર તો આવી ઘટનાઓથી હર્યુંભર્યું રહે છે. અવારનવાર શહેરમાંથી સાબરમતીમાં મોતની છલાંગ લગાવી હોય અથવા તો ગળેફાંસો ખાઈ લીધો હોય એવાં સમાચાર સામે આવતા હોય છે.
હાલમાં પણ શહેરના એલિસબ્રિજની SLU કૉલેજનાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી સુરેન્દ્રનગરની 18 વર્ષીય વિદ્યાર્થિનીએ મંગળવારનાં રોજ સરકારી મહિલા હોસ્ટેલમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. યુવતીના રૂમમાંથી પોલીસને સુસાઇડ નોટ મળી આવતા એમાં લોહીથી ‘આઇ લવ યુ નિખિલ’ લખ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતીએ પ્રેમભંગને લીધે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
મૃતક યુવતીની અક્ષરસઃ સુસાઈડ નોટ
‘ભાઈ તું મને બહુ વ્હાલો છે. પપ્પા, મમ્મી, બા, બાપુ તમે તમારું ધ્યાન રાખજો. ખાસ કરીને નેહા બહેન તું મારા ઘરે રહેજે. મને ખબર છે તું મારા વિના નહીં રહી શકે પરંતુ પ્લીઝ નેહા મારા જેવી બનજે. GPSCની તૈયારી કરીને મારું સપનું પૂરું કરજે.
પ્લીઝ હું જતી રહીશ એટલે પ્લીઝ કંઈ બખેડો ના કરતા. શાંતિથી મરવા દેજો…પ્લીઝ પ્લીઝ મારી પાછળ કોઈને કંઈ દોષ ના દેતા પ્લીઝ… હું મારી મરજીથી મરું છું તેમજ ભગવાનને એટલું જ કહેવું છે કે, શું પ્રેમ કરવો ગુનો છે? કેમ કોઈના મા-બાપ અથવા તો ફેમિલી દીકરીને સમજતાં નથી.
દીકરીએ શું ગુનો કર્યો છે? બસ આટલું જ મારે કહેવું છે તેમજ મારી નેહાનું બધા ધ્યાન રાખજો મને ખુબ વ્હાલી છે. એની સિવાય મને કોઈ ગમતું નથી તેમજ એક મારો ભાઈ મને ગમે છે. બસ હવે ખાલી એક માણસ માટે થોડું કહેવું છે. મારી જાન મારી જિંદગી મારો નિખિલ..આઈ લવ યુ જાન.
પ્લીઝ નિખિલને વંચાવજો. નિખિલ જાન તું તારું ધ્યાન રાખજે. સિગરેટ ઓછી પીજે તેમજ મમ્મી-પપ્પા કહે ત્યાં મેરેજ કરી લેજે. હવે મમ્મીને હેરાન ન કરતો. પપ્પા સામું બોલતો નહીં તેમજ હું ઉપર ભલે જતી રહું, જાન પરંતુ હું હંમેશા તારી સાથે રહીશ.
હંમેશા મને મારા ઘરના કહેતા હતાં કે, જે બહુ વ્હાલું હોય તે વહેલાં મરી જાય… સાચી વાત છે હું બહુ વ્હાલી હતી, નહીં!? ઓકે ચલ બાય. પ્લીઝ કંઈ બખેડો ના કરતા તેમજ શાંતિથી રોયા વિના મારી દફનવિધિ કરી દેજો…અને હા બાપા માટે, બાપુ હવે દારૂ ના પીતા કેમ કે કહેવાવાળી હું નથી અને તમે કોઈનું માનશો પણ નહીં.’
વિદ્યાર્થિનીને સિક્યુરિટી ગાર્ડે ગળેફાંસો ખાધેલી હાલતમાં જોઈ:
સુરેન્દ્રનગરમાં આવેલ ગણપતિ ફાટસર નજીક રહેતી 18 વર્ષની પલ્લવી પંડ્યા એલિસબ્રિજની કૉલેજનાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી તેમજ એલિસબ્રિજની સરકારી મહિલા હોસ્ટેલમાં રહેતી હતી. સોમવારની બપોરે હોસ્ટેલના મહિલા સિક્યુરિટી ગાર્ડે C બ્લોકમાં પલ્લવીને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોઈ પછી તેમણે હોસ્ટેલના લોકોને જાણ કર્યાં પછી પોલીસને પણ ઘટનાની જાણ કરવામાં આવી હતી.
વિદ્યાર્થિનીએ રૂમ બંધ કરીને આપઘાત કર્યો:
રૂમ અંદરથી બંધ હોવાંથી પોલીસને જાણ કરતાંની સાથે જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે આવીને તપાસ કરતા પલ્લવીએ ગળાફાંસો ખાઈ લીધો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે રૂમમાંથી લોહીથી લખેલી એક સ્યુસાઇડ નોટ મળી આવતા એમાં ” I LOVE YOU નિખિલ, પરિવારને સાચવજો, હું તમારી લાડકી હતી” વગેરે લખ્યું હતું. જેને લીધે પ્રેમભંગમાં વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હોય શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.