Vadodara Accident: વડોદરા શહેરમાં અવાર નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આજે એક વધુ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં શહેરના મધુનગર (Vadodara Accident) બ્રિજ પર બાઈક સ્લીપ ખાઈ જતા યુવકનું માથાના ભાગે ગંભીર ઈજાઓને લઈ સ્થળ પર જ કમ કમાટી ભર્યું મોત નિપજ્યું હતું. આ બનાવને લઈ ગોરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
યુવકનું બાઇક સ્લીપ ખાઈ જવાથી મોત થયું
વડોદરા શહેરના ગોરવા મધુનગર બ્રિજ પર ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે જેમાં વડોદરાના કરચિયાના મિહિર સોલંકી નામના યુવકનું બાઇક સ્લીપ ખાઈ જવાથી મોત થયું હોવાનું પોલીસ જણાવી રહી છે. આ યુવક શહેરના આજવા રોડ પર આવેલ કમ્પ્યુટર ક્લાસમાં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે. તે આ માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો તે દરમ્યાન બાઈક સ્લીપ થતા માથાને ભાગે ગંભીર ઈજાઓને લઈ તેનું સ્થળ પરજ મોત નિપજ્યું હતું.
બ્રિજ પર ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા
આ બનાવમાં ગોરવા પોલીસ સ્થળ પર પહોંચી આ યુવકનું મોત બાઈક સ્લીપ ખાવાથી થયું છે કે કોઈ અજાણ્યા વાહનની ટક્કરે તે દિશામાં ઝીણવટ ભરી તપાસ હાથ ધરી રહી છે. આ અકસ્માતને લઈ મધુનગર ગોરવા બ્રિજ પર ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ગોરવા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે.
મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો
આ અંગે ગોરવા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કે એન લાઠીયા એ જણાવ્યું હતું કે, આ બનાવમાં પ્રાથમિક દ્વષ્ટિએ યુવકનું મોત સ્લીપ થવાથી થયું છે. છતાં પણ પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ના આધારે વધુ તપાસ શરૂ કરી છે. જો કોઈ વાહનની ટક્કરે આ ઘટના બની હશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં યુવકના મૃતદેહનો કબજો લઈ સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App