સુરતમાં હુમલાખોરો બન્યા બેફામ, અજાણ્યા શખ્સોએ જાહેરમાં કોલેજના વિધાર્થીને ચપ્પુના ઘા ઝીંક્યા- જુઓ CCTV વિડીયો

સુરત(Surat): શહેરના વેડ રોડ કતારગામ(Katargam) વિસ્તારમાં આવેલા હરિ ઓમ સોસાયટી(Hari Om Society)માં ઉભેલા કોલેજીયન યુવક પર 3 શખ્સો દ્વારા હુમલો(Attack) કરવામાં આવ્યો હતો. દારૂના અડ્ડાની જાણકારી આપી હોવાની આશંકાને પગલે હુમલો કરાયો હોવાની આશંકા સેવાઈ રહી છે. ચપ્પુના ઘા પગ સહિત શરીરના અન્ય ભાગે ઝીંકી દેવાતા ઈજાગ્રસ્ત કોલેજીયન યુવકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ ચોક બજાર પોલીસ દ્વારા ગુનો નોધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

હુમલાખોરો મોપેડ પર આવ્યા હતા:
હરિ ઓમ સોસાયટીમાં ઉભેલા વિપુલ નામના યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. વિપુલ બી.કોમના પહેલા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. વિપુલના સંબંધી રમીલાબેનએ જણાવતા કહ્યું હતું કે, ઘટના મંગળવારના રોજ સાંજે મારો ભાણેજ વિપુલ હરીઓમ સોસાયટીમાં ઉભો હતો. ત્યારે અચાનક જ મોપેડ ઉપર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ વિપુલને અહીંયા કેમ ઉભો છે એમ કહીને મોટી મોટી ગાળો ભાંડી હતી.

અગાઉ પણ થયેલો છે હુમલો:
ગાળા ગાળી બાદ હુમલો કરીને ચપ્પુના ઘા વિપુલને મારી દીધા હતા. આ પહેલા પણ આ હુમલાખોરો બે વાર વિપુલ પાછળ હથિયાર લઈને દોડ્યા હોવાનું રમાલાબેને આક્ષેપ સાથે જણાવતા કહ્યું હતું કે, દારૂના ધંધા સાથે જોડાયેલા ભરતના માણસો જેવા કે, સુનિલ સોઢિયા અને બીજા બે અજાણ્યા ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ સોસાયટીમાં રહેલા CCTV પણ તોડી નાખ્યા હતા. હાલમાં ચપ્પુના ઘાથી ઘાયલ થયેલ વિપુલને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બુટલેગરના અડ્ડા પર રેડ પડી હતી તે વિપુલે જ પડાવી હોવાના આરોપ પણ લગાવવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *