રાજકોટ(ગુજરાત): ગતરાત્રે રાજકોટ-કોટડાસાંગાણી હાઇવે પર બે કાર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં કોટડાસાંગાણીમાં રહેતા ખોજા પરિવારના મોભીનું મોત નીપજ્યું છે. રાજકોટથી ખોડા પરિવાર લગ્નની ખરીદી કરી પોતાના ગામ કોટડાસાંગાણી કારમાં જઇ રહ્યો હતો. ત્યારે સામેથી રોંગસાઈડમાં આવતી કાર અથડાઇ હતી. જેમાં મદતઅલી કરમાલી અલી જેઠાણીનું મોત નીપજ્યું હતું. જ્યારે તેના બે પુત્રો જે આફ્રિકાથી આવેલા હતા તેને ઇજા પહોંચી હતી. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ અંગે આજીડેમ પોલીસ મથકનાં સ્ટાફે અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુધ ગુનો નોંધી કાર્યવાહી શરુ કરી છે.
મળતી માહિતી અનુસાર, કોટડાસાંગાણીના બેંક ઓફ બરોડાવાળી શેરીમાં ‘અમીધારા’ મકાનમાં રહેતા મદતઅલી કરમાલી અલી જેઠાણી અને આફ્રિકાના કિનસાસા સિટીમાં રહેતા તેમના બંને પુત્રો મોહસીન અદતઅલી જેઠાણી અને મોટો પુત્ર અલનવાઝ મદતઅલી એમ ત્રણેય પોતાની ક્રેટા કાર લઇ રાજકોટથી કોટડાસાંગાણી પોતાના ઘરે પરત જઈ રહ્યા હતા. જેમાં મોહસીન કાર ચલાવતો હતો અને તેમના પિતા મદતઅલી તેમની બાજુમાં બેઠા હતાં અને અલનવાઝ પાછળની સીટ પર બેઠો હતો.
ત્યારે કાર લોઠડા ગામ નજીક ખોડિયાર ઇલેક્ટ્રોનિક દુકાન સામે પહોંચતા સામેથી કાળ બનીને રોંગ સાઇડમાં આવી રહેલી હોન્ડા સિટી કારના ચાલકે ધડાકાભેર કાર અથડાવતાં કારમાં સવાર મદતઅલી અને તેમના બંને પુત્રોને ગંભીર ઇજા પહોંચતા તરત જ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ત્યાં ડોક્ટરોએ મદતઅલીને મોત જાહેર કર્યા હતા.
મૃતક મદતઅલી જેઠાણીને બે પુત્રો છે. બંને આફ્રિકા રહીને ત્યાં જ નોકરી કરે છે. મદતઅલી કોટડાસાંગાણીમાં રહી ડ્રાઇવિંગ કામ કરતા હતા. મોહસીને જણાવ્યું હતું કે, પિતરાઇ બહેનનો લગ્ન પ્રસંગ હોવાથી રાજકોટમાંથી ખરીદી કરી પોતાના ઘરે પરત ફરતા હતા. ત્યારે અકસ્માત સર્જાયો હતો. તેમજ મોહસીનની ફરિયાદ પરથી અકસ્માત કરનાર હોન્ડા સિટી કારના ચાલક જય હસમુખભાઇ મારકણા વિરુધ ગુનો નોંધી આજીડેમ પોલીસે વધુ તપાસ શરુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.