સમગ્ર વિશ્વમાં શિવજીના અસંખ્ય ભક્તો રહે છે. શિવજીના ભક્તો તેમની ખુબ જ પૂજા અને અર્ચના કરે છે સાથે તેમના આશીર્વાદ લે છે. ત્યારે ભગવાન સોમનાથના ઘણા મંદિરો છે જ્યાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. શિવજીનું આ મંદિર ખુબ જ રહસ્યમય અને ચમત્કારિક માનવામાં આવે છે.
આ મંદિરની વિશેષતાઓ અને અજાયબીઓ ભક્તોને પોતાની તરફ આકર્ષિત કરે છે. ત્યારે તમને આજે આવ જ એક શિવજીના મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ મંદિરે જે પણ વ્યક્તિ દર્શન કરવા માટે આવે તો તેમના પર ભોલે બાબા આશીર્વાદ વરસાવે છે. શિવજીની કૃપાથી કોઈ પણ ભક્ત આ મંદિરોથી નિરાશ થઈને જતો નથી.
બિજલી મહાદેવ મંદિર:
દેવોના દેવ મહાદેવનું બીજલી મહાદેવ મંદિર ખુબ જ ચમત્કારિક માનવામાં આવે છે. આ મંદિર હિમાચલ પ્રદેશના કુલ્લુમાં આવેલું છે. ભગવાન શિવનું આ પ્રાચીન મંદિર કુલ્લુ શહેરમાં બિયાસ અને પાર્વતી નદીઓના સંગમ નજીક પહાડ પર બનાવવામાં આવ્યું છે. આ મંદિરની વિશેષ વાત તો એ છે કે દર ૧૨ વર્ષે અહિયાં એક વાર શિવલિંગ પર વીજળી પડે છે. વીજળી પડવાને કારને શિવલિંગ વેરવિખેર થઇ જાય છે. ત્યાર પછી પુજારી શિવલિંગમાં ટુકડાને માખણમાં લપેટે છે અને ફરી શિવલિંગને મુકવામાં આવે છે આ જ તે મંદિરની ચમત્કારિકતા છે.
અચલેશ્વર મહાદેવ મંદિર:
ભગવાન શિવજીના આ મંદિરમાં આવેલા આ શિવલિંગમાં દિવસમાં ત્રણ વખત રંગ બદલવામાં આવે છે. આ મંદિર રાજસ્થાન રાજ્યના ધૌલપુરમાં આવેલું છે. ગાઢ જંગલોની વચ્ચે સ્થિત આ મંદિરને ખુબ જ અનોખું અને ચમત્કારિક માનવામાં આવી છે. આ મંદિરમાં રહેલા શિવલિંગનો રંગ સવારે લાલ હોય છે. જયારે બપોર પછી રંગીન થાય છે અને જેમ જેમ સાંજ પડે તેમ તેમ આ શિવલિંગનો રંગ ઘાટો થઈ જાય છે.
ભોજેશ્વર મંદિર:
ભગવાન શિવનું આ મંદિર મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી અંદાજે ૩૨ કિલોમીટરના અંતરે ભોજપુરમાં ભોજપુરની ટેકરી પર સ્થિત છે. અહીનું શિવલિંગ આશ્ચર્યજનક અને ખૂબ જ વિશાળ માનવામાં આવે છે. ભગવાન શિવનું આ પ્રાચીન મંદિર પરમાર વંશના પ્રખ્યાત રાજા ભોજાએ બનાવેલું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.