સુરતના મોટા વરાછામાં બ્રીજ પર આપઘાત કરવા પહોચેલા 17 વર્ષીય તરુણનો ફાયર બ્રિગેડ દ્વારા આબાદ બચાવ

સુરત: આપઘાતની વધતી જતી ઘટનાઓમાં વધુ એક ઘટના સામે આવી છે. સ્યુસાઈટ પોઈન્ટ તરીકે ઓળખાતા મોટા વરાછા કાપોદ્રાને જોડતા બ્રિજ પરથી તાપી નદીમાં કૂદવા પહોંચેલા 17 વર્ષીય તરુણને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો. તેથી આ અંગે જયારે પૂછપરછ કરવામાં આવી ત્યારે અભ્યાસના માનસિક તણાવને લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ફાયર બ્રિગેડેની ટીમ ઘટનાસ્થળે દોડી આવી:
મળતી માહિતી અનુસાર, ગુરુવારે સવારના સમયે ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં કોલ આવ્યો હતો કે, મોટા વરાછા કાપોદ્રાને જોડતા બ્રિજ પરથી એક તરૂણ નદીમાં કૂદવાનો પ્રયાસ કરી રહ્યો છે. જેની જાણ થતા જ મોટા વરાછા ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. અહી એક તરુણ બ્રિજની રેલિંગ કૂદીને નદી તરફ પગ લંબાવી પાળી પર બેસેલો દેખાયો હતો. આ દ્રશ્ય જોઈ ફાયર બ્રિગેડે તાબડતોડ બે માર્શલને રિંગબોયા પહેરાવી નદીમાં ઉતારી દીધા હતા.

તકલીફ જાણીને સમજાવવાનો પ્રયાસ કર્યો:
જ્યારે બીજી તરફ ટીમે યુવકને વાતોમાં રાખી તેની તકલીફ જાણવા સાથે તેને સમજાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. બીજી બાજુ એક માર્શલ તરુણને દેખાય નહીં તે રીતે તેની પાછળથી બ્રિજની પાળી પર ચાલતો આવ્યો હતો અને તક મળતાની સાથે તેને પાછળથી પકડી લીધો હતો. ત્યારબાદ બ્રિજ પર ઉભેલી ટીમના પણ બે સભ્યો નીચે ઉતર્યા હતા અને બ્રિજ પર ઉભેલા અન્ય લોકોની મદદથી તેને બ્રિજ તરફ ખેંચી લેવાયો હતો. આ રીતે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કિશોરને આપઘાત કરતા બચાવી રેસ્ક્યુ કરાયો હતો.

કાપોદ્રાને જોડતો તાપી બ્રિજ પર સ્યુસાઈટની ઘટના વધી:
ફાયર બ્રિગેડના રેસ્ક્યુ બાદ જયારે યુવકની પૂછપરછ કરવામાં આવી ત્યારે યુવકે પોતાની ઓળખ મોટા વરાછા વિસ્તારના આર્યન તરીકે આપી હતી. આ પછી કિશોરે રડતા રડતા પોતાની આપવીતી જણાવી હતી. જેમાં અભ્યાસ માટે વિદેશ જવાની પરીક્ષાના ટેન્શમાં પોતે આપઘાત કરવા પહોંચ્યો હોવાનું તેણે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મોટા વરાછા કાપોદ્રાને જોડતો તાપી બ્રિજ બન્યા બાદ આ બ્રિજ જાણે સ્યુસાઈટ પોઈન્ટ બન્યો હોય તેમ અહીથી નદીમાં કૂદવાના બનાવો વધી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *