‘સ્વસ્થ ગુજરાત’ના નિર્માણ માટે ‘સત્વ અભિયાન’: આ યોજના હેઠળ મળી રહ્યા છે અઢળક લાભો, જાણો કેવી રીતે મળે છે લાભ

સુરત(Surat): રાજ્ય સરકાર જન-જનના સ્વાસ્થ્ય અને સુખાકારીની સતત કાળજી લઈ રહી છે. ત્યારે ‘સ્વસ્થ બાળ અને સ્વસ્થ માતા’ અભિયાન અંતર્ગત બાળકો, સગર્ભા, ધાત્રી માતાઓ અને…

સુરત(Surat): રાજ્ય સરકાર જન-જનના સ્વાસ્થ્ય અને સુખાકારીની સતત કાળજી લઈ રહી છે. ત્યારે ‘સ્વસ્થ બાળ અને સ્વસ્થ માતા’ અભિયાન અંતર્ગત બાળકો, સગર્ભા, ધાત્રી માતાઓ અને કિશોરીઓને સ્વાસ્થ્યપ્રદ પોષણયુક્ત આહાર-સપ્લિમેન્ટ્રી ફૂડ મળી રહે તે માટે રાજ્ય સરકારની ‘સત્વ યોજના’ અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ ઓલપાડ(Olpad) તાલુકાના માસમા ગામના લાભાર્થી સગર્ભા એકતાબેન પટેલ અને તેમના ગર્ભસ્થ શિશુને પૂરક પોષણ આહાર મળી રહ્યો છે.

લાભાર્થી સગર્ભા એકતાબેન પટેલે જણાવ્યું કે, ‘સત્વ યોજના’ હેઠળ આંગણવાડી કેન્દ્રથી દર મહિને પોષક આહારના ૪ માતૃશક્તિ પેકેટ આપવામાં આવે છે. જેમાં બાલશક્તિ, માતૃશક્તિ, પૂર્ણશક્તિ આહારમાં મકાઈ, ઘઉંનો લોટ, ચણાનો લોટ, સોયાબીન, ખાંડ, તેલ સહિતની પોષક તત્વો સાથે આટા સ્વરૂપે ખાદ્ય સામગ્રી આપવામાં આવે છે. જેમાં જુદા જુદા પ્રકારના મલ્ટીવિટામિન્સ, કાર્બોદિત પદાર્થો તેમજ ભરપૂર માત્રામાં પ્રોટીન મળી રહે છે. આ ઉપરાંત, આયર્ન અને આયોડિનયુક્ત ડબલ ફોર્ટીફાઈડ સત્વ મીઠાનું પેકેટ પણ આપવામાં આવે છે.

આ આહારના સેવનથી માતા અને ગર્ભસ્થ શિશુને પોષણ મળે છે. હું આંગણવાડીની બહેનોના માર્ગદર્શન હેઠળ માતૃશક્તિ પેકેટમાંથી સુખડી, શીરો, પુડા (ભાજી), ઢેફલી, થેપલા જેવી સ્વાદિષ્ટ પોષકતત્વસભર વાનગીઓ બનાવું છું, અને નિયમિતપણે આરોગું છું. એકતાબેન વધુમાં જણાવે છે કે, આહારમાં આયર્ન અને આયોડિનયુક્ત સત્વ મીઠું ઉપયોગમાં લેવાથી માતા અને બાળકમાં લોહીની ઉણપ રહેતી નથી, તેમજ સગર્ભા તંદુરસ્ત બાળકને જન્મ આપે છે, તેમજ ધાત્રી માતા, કિશોરીઓ તેમજ સગર્ભાઓના માનસિક અને શારીરિક વિકાસમાં ખૂબ મદદરૂપ થાય છે.

મીઠામાં રહેલું આયર્ન મગજને સક્રિય બનાવે છે, અને લોહીમાં લોહતત્વ પણ જળવાઈ રહે છે, એનિમીયા થતો અટકે છે. માતૃશક્તિ આહારમાંથી જુદી જુદી પૌષ્ટિક વાનગીઓ બનાવીને આરોગવાથી મારા સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો જોવા અનુભવું છું એમ લાભાર્થી એકતાબેન જણાવે છે.

નોંધનીય છે કે, ૬ માસથી ૩ વર્ષની વય ધરાવતા બાળકો, અતિ ઓછું વજન ધરાવતા હોય તથા ૩-૬ વર્ષના બાળકો, ધાત્રી, સગર્ભાઓ તથા ૧૧ થી ૧૪ વર્ષની શાળાએ ન જતી હોય તે કિશોરીઓ અને ૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓને સત્વ યોજના હેઠળ આંગણવાડી મારફત પોષણકીટ આપવામાં આવે છે. આંગણવાડી કેન્દ્રમાં નામ નોંધણી કરાવી યોજનાનો લાભ સરળતાથી લઈ શકાય છે. આમ, ગર્ભસ્થ શિશુથી લઈને ધાત્રી માતાઓના પોષણના ઉદ્દેશ સાથે ‘સ્વસ્થ ગુજરાત’ના નિર્માણ માટે ‘સત્વ અભિયાન’ સાર્થક થઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *