ભારતીય ખેલાડીઓ કોમનવેલ્થ ગેમ્સ(Commonwealth Games) 2022માં સતત સારું પ્રદર્શન આપતા જોવા મળ્યા છે. આ ઉપરાંત શુક્રવારે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. અત્યાર સુધી ભારતના વેઈટલિફ્ટર(Weightlifter), બોક્સર(Boxer) અને બેડમિન્ટન(Badminton) ખેલાડીઓએ પોતાનું અદ્દભૂત પ્રદર્શન રજુ કર્યું છે. હવે ભારતીય કુસ્તીબાજો(Wrestlers)એ પણ પોતાનું કૌશલ્ય બતાવવાનું શરૂ કરી દીધું છે. ખાસ કરીને ભારતના ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયા અને દીપક પુનિયાએ પોતપોતાની મેચ જીતી છે.
બજરંગ પુનિયાનો કમાલ:
ભારતના સ્ટાર કુસ્તીબાજ બજરંગ પુનિયાને શુક્રવારે કોમનવેલ્થ ગેમ્સની 65 કિગ્રા વર્ગની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવામાં બે મિનિટથી પણ ઓછો સમય લોધો હતો. તેણે શરૂઆતના રાઉન્ડમાં નૌરાઉના લોવે બિંગહામને પછાડીને સરળતાથી જીત પોતાના નામે કરી હતી. ડિફેન્ડિંગ ચેમ્પિયન બજરંગે તેના પ્રતિસ્પર્ધીને પકડવામાં એક મિનિટ લીધી અને પછી અચાનક પકડીને તે સ્થિતિમાંથી બિંગહામને પછાડીને મેચ સમાપ્ત કરી હતી.
બિંગહામને આ અચાનક થયેલ ઘટનાનો ખ્યાલ ન આવ્યો અને ભારતીય કુસ્તીબાજ સરળતાથી જીતી ગયો. બજરંગનો મુકાબલો હવે ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા મોરેશિયસના જીન ગેલિયાન જોરીસ બેન્ડેઉ સામે થશે. શુક્રવારે પુરૂષોની ફ્રી સ્ટાઇલ ઇવેન્ટમાં ભાગ લેનાર અન્ય ભારતીયોમાં દીપક પુનિયા (86 કિગ્રા) અને મોહિત ગ્રેવાલ (125 કિગ્રા) છે. મહિલા ઈવેન્ટમાં અંશુ મલિક (57 કિગ્રા), સાક્ષી મલિક (62 કિગ્રા) અને દિવ્યા કાકરાન (68 કિગ્રા) ભારતીય પડકાર રજૂ કરશે.
દીપકે તેની મેચ પણ જીતી લીધી હતી:
બજરંગ ઉપરાંત દીપક પુનિયાએ પણ પોતાની મેચ જીતીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે આ ખેલાડી પણ મેડલ જીતવાથી માત્ર એક કદમ દૂર છે. દીપકે ન્યુઝીલેન્ડના મેથ્યુ ઓક્સેનહોમને હરાવીને આગળના રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. આ સિવાય ભારત આજે બીજા ઘણા કુસ્તીબાજો પાસેથી મેડલની અપેક્ષા રાખે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.