સોશિયલ મીડિયામાં એક વિડીયો વાઈરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે, રોડ પર બેઠેલી ગાયને એક ટ્રેક્ટર ચાલકે નિર્દયી રીતે ટ્રેક્ટર નીચે કચડીને મારી નાખી. હવે આ વિડીયો સોશિયલ મીડિયામાં કોમી રંગ આપીને શેર કરવામાં આવીરહ્યો છે.
વીડિયો શેર કરતાં એક યુઝરે લખ્યું, “આ જેહાદીઓ ક્યારેય મોકો છોડતા નથી, રસ્તામાં બેઠેલી ગાય કોઈનું શું બગાડી રહી હતી કે તેને કચડી નાખવામાં આવી હતી.”આ સુવરની હલકી ગુણવત્તાનું સ્તર સમજી રહ્યા છો હિંદુઓ??? રાત્રે ઉઠાવીને લઇ જશે.
વધુ સત્ય શું છે?
– વાયરલ વીડિયોમાં જોવા મળી રહેલી આ ઘટના છત્તીસગઢના બિલાસપુરની છે. જ્યાં ટ્રેક્ટર ચાલકે પહેલા એન્જિનના ટાયર વડે ગાયના માથાને કચડી નાખ્યું હતું, ત્યારબાદ ગાય પોતાને બચાવવા પ્રયાસ કરવા લાગી ત્યારે તેના પર ટ્રોલી ચડાવીને કચડી નાખી હતી.
– આ ઘટના બાદ પોલીસે ટ્રેક્ટર ચાલકની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીનું નામ ઈશ્વર ધ્રુવ (23) ખામતરાઈ વિસ્તારનો રહેવાસી છે.
– 7 જૂન, 2021ના રોજ આ ઘટનાથી સંબંધિત સમાચાર પબ્લીશ કર્યા હતા.
– તે સ્પષ્ટ છે કે, સોશિયલ મીડિયા પર વિડીયો સાથે કરવામાં આવતા દાવા ખોટા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.