વડોદરામાં સાંપ્રદાયિક ષડયંત્રનો ખુલાસો: વોટ્સએપ દ્વારા ચાલતા નેટવર્કનો પર્દાફાશ, ત્રણ ઈસમોની ધરપકડ

Published on Trishul News at 6:32 PM, Tue, 29 August 2023

Last modified on August 29th, 2023 at 6:32 PM

Communal conspiracy exposed in Vadodara: ગુજરાતના વડોદરામાં એક મોટા સાંપ્રદાયિક ષડયંત્રનો પર્દાફાશ થયો છે અને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, કેટલાક લોકો ‘મહદીની સેના’ના નામથી વોટ્સએપ ગ્રુપ બનાવીને મુસ્લિમ યુવતીઓને નિશાન બનાવી રહ્યા હતા. આ લોકો આંતર-ધાર્મિક યુગલોને નિશાન બનાવતા હતા.(Communal conspiracy exposed in Vadodara)

વીડિયો બનાવીને કરતો હતો બ્લેકમેલ
એવું કહેવાય છે કે, આ જૂથના સભ્યો છોકરીઓને ટ્રેક કરતા હતા. અન્ય ધર્મના છોકરાઓ સાથે ફરતી છોકરીઓને શોધી કાઢવા અંગે ગ્રુપમાં મેસેજ મોકલવામાં આવ્યો હતો. આ લોકો સ્થળ પર પહોંચીને છોકરા-છોકરીઓના વીડિયો બનાવીને બ્લેકમેલ કરતા હતા.

પોલીસે ત્રણ લોકોની ધરપકડ  
આવો વિડિયો સોશિયલ મીડિયા પર આવતાં જ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. વોટ્સએપ ગ્રુપની તપાસ કરવામાં આવી હતી. ત્રણ ગ્રુપ એડમીનની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના ગ્રુપ મેમ્બર્સની પૂછપરછ બાદ શોધખોળ કરવામાં આવી રહી છે.

જૂન મહિનાનો વીડિયો વાઈરલ
વડોદરા પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, વાતાવરણ બગડે નહીં, તેથી અમે સોશિયલ મીડિયા અને બાતમીદારો દ્વારા આ સમગ્ર મામલા પર નજર રાખવાનું કામ કર્યું હતું. આ દરમિયાન સોશિયલ મીડિયા પર આવો એક વીડિયો જોવા મળ્યો, જેની તપાસમાં મોટો ખુલાસો થયો. આ વીડિયો જૂન મહિનાનો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ જૂથના સભ્યોને ટાસ્ક આપવામાં આવ્યા હતા. પોલીસથી બચવા માટે આ લોકો ત્રણથી ચાર મહિના સુધી જ વોટ્સએપ ગ્રુપ ચલાવતા હતા. બાદમાં વોટ્સએપ પર એક નવું ગ્રુપ બનાવવામાં આવ્યું હતું.

લશ્કર-એ-આદમના નામે નવું વોટ્સએપ ગ્રુપ ચાલતું 
તેમની આવી હરકતોથી શહેરનું વાતાવરણ બગડી શક્યું હોત અને મોબ લિંચિંગ પણ થઈ શક્યું હોત. તપાસમાં એવું પણ બહાર આવ્યું હતું કે તેનું ગ્રુપ હજુ પણ ‘લશ્કર એ આદમ’ના નામથી ચાલતું હતું. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને તેમના મોબાઈલ ફોન પણ એફએસએલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

Be the first to comment on "વડોદરામાં સાંપ્રદાયિક ષડયંત્રનો ખુલાસો: વોટ્સએપ દ્વારા ચાલતા નેટવર્કનો પર્દાફાશ, ત્રણ ઈસમોની ધરપકડ"

Leave a comment

Your email address will not be published.


*