માતા-પિતા માટે લાલબતી સમાન કિસ્સો: ગોંડલમાં એવી ઘટના બની કે… લોહીના આંસુએ રડી પડ્યો પરિવાર

Child dies of hiccups in garden in Gondal: બાળકોને બગીચામાં લઇ જતા માતા-પિતા માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવી રહ્યો છે.ગોંડલમાં બગીચામાં અકસ્માત બન્યો હતો.જેમાં પાંચ વર્ષનો બાળક હિંચકા ખાવા હિંચકામાં બેસવા ગયો હતો આ વેળાએ એકાએક હિંચકામાંથી પટકાઇ પડતા બાળકને ગંભીર ઇજા પોહચી હતી.જેને લઈને(Child dies of hiccups in garden in Gondal) દેકારો બોલી ગયો હતો.તે દરમિયાન બાળકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા બાળકની લોહીલુહાણ હાલત થઈ હતી.જેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

રાજકોટમાં સારવાર દરમિયાન બાળકનું મોત
મળતી માહિતી અનુસાર, ગોંડલમાં આવેલ એસઆરપી કેમ્પ નજીક રહેતા વિપુલભાઈ પરમારનો પાંચ વર્ષનો દીકરો જયવીર ઘર નજીકના બગીચામાં રમવા ગયો હતો. જ્યાં હિંચકા ખાવા માટે હિંચકામાં બેસવા જતા પડી ગયો હતો. જેને કારણે તેને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. તે પછી લોકોને જાણ થતા પરિવારના લોકોન્વ પણ બોલાવ્યા હતા. જ્યાં પરિવારના લોકો દ્વારા ક્ષણભરનો પર વિલંબ કર્યા વગર બાળકને ગોંડલની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં વધુ સારવારની જરૂર જણાતા બાળકને રાજકોટની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

હિંચકતી વખતે બાળક પડી ગયો હતો
જોકે તેનું સારવાર દરમિયાન બાળકે હોસ્પિટલ બિછાને આખરી શ્વાસ ખેંચતા
પરિવારના લોકોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.નોંધનીય છે કે બાળકના પિતા કારખાનામાં કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તથા મૃતક જયવીર એક ભાઈ અને એક બહેનનો નાનો ભાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *