ગુજરાત ATSનું રાજકોટમાં સફળ ઓપરેશન- આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા 3 શખસની ધરપકડ

Gujarat ATS arrests 3 persons in Rajkot: ગુજરાત ATSને રાજકોટમાં આજે મોટી સફળતા હાથે લાગી છે. આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા 3 આરોપીઓને ATSએ દબોચી…

Gujarat ATS arrests 3 persons in Rajkot: ગુજરાત ATSને રાજકોટમાં આજે મોટી સફળતા હાથે લાગી છે. આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા 3 આરોપીઓને ATSએ દબોચી લીધા છે. (Gujarat ATS arrests 3 persons in Rajkot) મળતી માહિતી અનુસાર, આ ત્રણેય ગુનેગારો છેલ્લા 6 મહિનાથી રાજકોટની સોની બજારમાં કામ કરી રહ્યા હતા.

આરોપી પાસેથી હથિયારો કબજે કરાયા
ત્રણ આરોપી ગુજરાતમાં અલકાયદાનો પ્રચાર ફેલાવો કરવાનું કામ કરી રહ્યા હતા અને અન્ય મુસ્લિમ કર્મચારીને રેડિક્લાઈઝ કરતા હતા. મળતી માહિતી અનુસાર, ત્રણેય આરોપી પાસેથી હથિયાર પણ કબજે કરવામાં આવ્યા છે. જે ત્રણયે આરોપીના નામ અમન, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝ છે.

આરોપી મૂળ વેસ્ટ બંગાળના?
મળતી માહિતી મુજબ મૂળ વેસ્ટ બંગાળના ત્રણેય અલકાયદાથી રેડિક્લાઈઝ થયા હતા.જે આરોપીઓ છેલ્લા 6 મહિનાથી સોની બજારમાં કામ કરી અલકાયદાનો ફેલાવો કરી રહ્યા હતા. તેમજ ઝડપાયેલ 3 આરોપીઓ પાસેથી ATSએ 1 પીસ્તોલ અને 10 કારતુસ કબ્જે કર્યા છે.

ATS પકડવા આવી ત્યારે આતંકી સીસીટીવીમાં કેદ

ગુપ્ત રાહે તપાસ કરી રહી હતી
આ તમામ આરોપીઓને લઈ ગુજરાત ATSએ ગુપ્ત રાહે તપાસ પણ કરી રહી હતી અને ચોક્કસ બાતમી મળતા ત્રણેયને પકડીને અમદાવાદ લાવવાની કાર્યવાહી પણ શરુ કરી દેવામાં આવી છે. આરોપીઓએ હવાલાથી પણ કોઈ ટ્રાન્જેક્શન કર્યા હોવાની વિગત ગુજરાત એટીએસને મળી છે.

બાંગ્લાદેશી આતંકી મોડ્યુલ સાથે ત્રણેય એક્ટિવ હતા
બાંગ્લાદેશના આતંકી મોડ્યુલ સાથે કનેક્ટેડ ત્રણ લોકો રાજકોટમાં એક્ટિવ રહ્યા હતા. ગુજરાતી ATSએ તેમને ઝડપ્યા ત્યારે તેમના મોબાઈલમાંથી આ મોડ્યૂલની વિચારધારા ફેલાવવા માટેનું સાહિત્ય અને મેસેજ મળી આવ્યા હતા. હાલમાં આ મોડ્યૂલના માસ્ટર માઈન્ડને બાંગ્લાદેશ એન્ટી ટેરેરિસ્ટ ગ્રુપે ઝડપી લીધો હતો. આ મોડ્યૂલ અલકાયદાનું એક નાનું મોડ્યૂલ છે જે ઉત્તરપ્રદેશ અને અલગ અલગ જગ્યાએથી તેના લોકો અગાઉ ઝડપાઈ ચૂક્યા છે.

ત્રણેય શખસ રહેતા ત્યાં દીવાલ પર લગાવેલી તસવીર…

આરોપીઓને અન્ય કઈ જગ્યાએથી મદદ મળી હતી?
ગુજરાતમાં ઘણા સમયથી સ્લીપર સેલમાં ગતિવિધિ ન હતી, પરંતુ ગુજરાત ATS તેની કડી શોધીને આખા રેકેટનો પડદાફાશ કર્યો છે. આતંકી કઈ જગ્યાએ આતંકી પ્રવૃત્તિ કરવાના હતા અથવા કોઈને મદદ કરી રહ્યા હતા તેની સઘન પૂછપરછ ચાલી રહી છે અને આરોપીઓને અન્ય કઈ જગ્યાએથી મદદ મળી હતી તે અંગે પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *