નરેન્દ્ર મોદીને દેશના વડા પ્રધાન માનવામાં આવે છે. પરંતુ ભગવાન નહિ. છતાં પણ ભાજપના નેતા જય ભગવાન ગોયલે નરેન્દ્ર મોદીની છત્રપતિ શિવાજી સાથે સરખામણી કરતા એક પુસ્તકનું વિમોચન કર્યું છે. જે પુસ્તકનું નામ “આજ કે શિવાજી- નરેન્દ્ર મોદી” એવું રાખવામાં આવ્યું છે. પરંતુ હવે આ પુસ્તકને લઈને વિવાદ સર્જાયો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી મહારાષ્ટ્રના છત્રપતિ શિવાજી મહારાજ સાથે કરનારા પુસ્તક ‘આજ કે શિવાજી-નરેન્દ્ર મોદી’ મામલે વિવાદ વધી ગયો છે. સત્તાધારી પક્ષ શિવસેના, કોંગ્રેસ અને NCPએ આ પુસ્ક પર નારાજગી વ્યક્ત કરતાં ભાજપ પાસેથી જવાબ માગ્યો છે. આ ત્રણેય પક્ષોએ ભાજપ પર શિવાજીનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે.
આજ કે શિવાજી- નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી મોટા નેતા ભલે હોય પણ તેમની તુલના ક્યોરેય છત્રપતિ શિવાજી મહારાજ સાથે થઇ શકે નહીં, એવું વકતવ્ય છત્રપતિ સંભાજી રાજેએ કરી હતી. ભાજપ નેતા જય ભગવાન ગોયલે ‘આજ કે શિવાજી- નરેન્દ્ર મોદી’ આ પુસ્તકના વિમોચન બાદ હવે વિવાદ સર્જાયો છે. શિવાજી ભક્તો તેમજ તેમના વંશજનો વિરોધ છે. દિલ્હીમાં ભાજપની મુખ્ય કચેરીમાં આજે આજ કે શિવાજી નરેન્દ્ર મોદી નામનું પુસ્તકનું વિમોચન થયું હતું જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તુલના છેક છત્રપતિ શિવાજી મહારાજ સાથે કરવામાં આવી છે.
આ પુસ્તકને દિલ્હીમાં ભાજપના નેતા જયભગવાન ગોયલે લખ્યું છે. રવિવારે દિલ્હી સ્થિત ભાજપ કાર્યાલયમાં ધાર્મિક, સાંસ્કૃતિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં પુસ્તકનું વિમોચન કરાયું હતું. આ પ્રસંગે દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારી, પ્રભારી શ્યામ જાજૂ અને પૂર્વ સાંસદ મહેશ ગિરી સહિત અન્ય નેતા પણ હાજર રહ્યા હતા. આ પૂર્વે છત્રપતિ સંભાજી રાજેએ શિવાજી મહારાજનો ઉલ્લેખ કર્યો હોવાથી સીનિયર અભિનેતા અમિતાભ બચ્ચન અને કેન્દ્રીય પ્રધાન રવીશંકર પ્રસાદને ફટકાર્યા હતા ત્યારબાદ ફરી સંભાજી રાજેએ ભાજપના નેતા પર ટીકા કરી છે. તેના પ્રતિસાદ રાજકીય વર્તુળમાં ઉમટવાની શરૂઆત થઇ છે.
શિવાજીની સાથે તેમની તો શું કોઇની સરખામણી ન થાઈ
આ પાર્શ્વભૂમિ પર છત્રપતિ સંભાજીરાજેએ સિંદખેડરાજ ખાતે યોજાયેલી સભામાં પુસ્તક પર જોરદાર ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી તેમના સ્થાને મોટા નેતા છે. બીજી વખત દેશના વડા પ્રધાન તરીકે ચૂંટાઇને આવ્યા છે. મને તેમના પ્રત્યે આદર છે. પરંતુ છત્રપતિ શિવાજી મહારાજની સાથે તેમની તો શું કોઇની પણ સરખામણી થઇ શકતી નથી. એમ સ્પષ્ટ શબ્દોમાં સંભાજી રાજે જણાવ્યું હતું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે તાત્કાલિક આ પુસ્તક પર પ્રતિબંધ મૂકવો જોઇએ એવી માગણી સંભાજીરાજે કરી હતી. મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી અશોક ચવ્હાણે કહ્યું કે, ‘છત્રપતિ શિવાજી મહારાજનું વ્યક્તિત્વ અને તેમના કામો અતુલનીય છે. કોઈ કેટલાય પ્રયાસો કરો, પરંતુ તે શિવાજી મહારાજના પગના નખની બરોબરી પણ કરી શકે નહીં’.
શું તેઓ આ પુસ્તકનો સ્વીકાર કરશે
આ પુસ્તકમાં નરેન્દ્ર મોદીની તુલના છત્રપતિ શિવાજી મહારાજની સાથે થતા તેનો વિરોધ એન.સી.પી.ના નેતા તથા રાજ્યના ગૃહ નિર્માણ પ્રધાન જીતેન્દ્ર આવ્હાડે વિરોધ કર્યો હતો. વિશ્વમાં બીજા છત્રપતિ શિવાજી મહારાજ થશે નહીં. એવું ટ્વિટ કર્યું હતું. શિવસેના સાંસદ સંજય રાઉતે ભાજપના ધારાસભ્ય શિવેન્દ્રરાજે ભોસલે અને ભાજપ સાંસદ સંભાજી રાજે ભોસલેને પૂછ્યું છે કે, ‘શું તેઓ આ પુસ્તકનો સ્વીકાર કરે છે?’ તો ભાજપ પણ આ પુસ્તક સામે આવ્યા બાદ બેકફુટ પર આવી ગઈ છે.
વિશ્વમાં કોઈ બીજું છત્રપતિ શિવાજી મહારાજ બની શકે નહીં
ભાજપ ધારાસભ્ય અને પ્રવક્તા અતુલ ભાતખલકરે કહ્યું કે, ‘શિવાજી મહારાજની સરખામણી કોઈની સાથે કરી શકાઈ નહીં. વડાપ્રધાન પદના ઉમેદવાર બન્યા બાદ મોદીએ રાયગઢ કિલ્લામાં જઈને શિવાજી મહારાજના આશીર્વાદ લીધા હતા. તેઓ શિવાજીને પોતાના ગુરુ માને છે. વડાપ્રધાન મોદીને પણ આ વાત જરાય પસંદ નહીં આવે. સત્તાથી બહાર થયેલી ભાજપ માટે આ પુસ્તક રાજ્યમાં માથાનો દુખાવો સાબિત થઈ શકે છે’.એનસીપી નેતા જિતેન્દ્ર આવ્હાડે આ પુસ્તક પર વાંધો ઉઠાવતા કહ્યું કે, વિશ્વમાં કોઈ બીજું છત્રપતિ શિવાજી મહારાજ બની શકે નહીં. કોંગ્રેસના પૂર્વ સાંસદ રાજીવ સાતવે કહ્યું કે, આ પુસ્તક દ્વારા ભાજપે શિવાજી મહારાજનું અપમાન કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.