અવળી ગંગા: ૩ દીકરા પછી હતી દીકરીની આશા, દીકરો થતા છોડી દીધો ઝાડીમાં

ગુજરાતમાં નવજાત દીકરીને તરછોડી દેવાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે.આ દરમિયાન સુરતમાં નવજાત દીકરાને તરછોડી દેવાનો અવળી ગંગા સમાન કિસ્સો સામે આવ્યો હતો. જોકે, આ કિસ્સામાં પણ ભલભલાને વિચારતા કરી દે તેવો વળાંક આવ્યો છે. દીકરી જન્મની આશા વચ્ચે દીકરાનો જન્મ થતા કતારગામના સિંગણપોર વિસ્તારમાં વણઝારા વાસ નજીક તાપી નદીના કિનારે ઝાડીમાં ત્યજી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. નવજાત દીકરાને ત્યજી દેનારા માતા-પિતાની પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

નવજાત શિશુને ઠંડીમાં મરવા માટે છોડી દેવાયું હતું

કતારગામના સિંગણપોર વિસ્તારમાં વણઝારા વાસ પાસે તાપી નદીના કિનારે ઝાડીમાંથી ગત 6 ડિસેમ્બરના રોજ એક નવજાત બાળકને કડકડતી ઠંડીમાં મરવા માટે તરછોડી દેવાયું હતું. જેને તાપીના પાળે બેસવા ગયેલા યુવાનો પૈકી જેસીબીના ઓપરેટર અને મેનેજમેન્ટનું કામ કરતાં અજય વણઝારા નામના યુવાને શર્ટ કાઢીને બાળકને ઓઢાડી દીધો હતો. ત્યાર બાદ આ બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી અને ત્યજી દેનારા માતા-પિતાની શોધખોળ હાથ ધરી હતી.

અજય વણઝારાએ બાળકનો જીવ બચાવ્યો હતો

કડકડતી ઠંડીમાં બાળકને કોઈ મરવા માટે ઝાડીમાં છોડી ગયા હોય તેવું અજયને લાગતાં એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર અજયે પોતે પરહેલો શર્ટ કાઢીને બાળકને ઓઢાડી દીધો હતો. બાદમાં અજય બાળકને પાળા પર લઈને આવી ગયો હતો. આ દરમિયાન પોલીસ પણ આવી ગઈ હતી.સાથે જ 108 એમ્બ્યુલન્સ પણ આવી જતાં બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. બીજી તરફ બાળકને જન્મ બાદ ત્યજી દેનાર નિષ્ઠુર જનેતાને ધીકાકારી હતી.

માતા-પિતાએ પણ કબૂલાત કરી

પોલીસે કરેલી તપાસમાં આ બાળક વણઝારા વાસમાં જ રહેતા ટ્રક ડાઇવર મંગુભાઇ નરસિંહ વણઝારા અને ગંગાબેન મંગુભાઇ વણઝારાનું હોવાનું સામે આવતા પોલીસે આ દંપતીની પૂછપરછ કરીને ધરપકડ કરી હતી. આ દંપતીએ કબૂલાત પણ કરી હતી કે, લગ્ન જીવન દરમિયાન ત્રણ સંતાનમાં ત્રણેય પુત્ર છે. પુત્રી જન્મશે તેવી આશા હતી પરંતુ પુત્રનો જન્મ થતાં માસૂમને ત્યજી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *