“ગુજ્જુ ભાઈ”ના નામથી ફેમસ થયેલા ગુજરાતના આ દિગ્ગજ સુપરસ્ટાર વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ, એવો આરોપ લાગ્યો કે…

ગુજરાતી ફિલ્મ જગતમાં કેટલાંક અભિનેતાઓ પોતાની એક્ટિંગને કારણે ખુબ જ પ્રખ્યાત બની ગયાં છે. અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા પણ ગુજરાતી ફિલ્મ જગતનાં ખુબ જાણીતાં અભિનેતા છે. પોતાની એક્ટિંગને કારણે તેઓ ખુબ જ પ્રખ્યાત બની ચુક્યા છે. હાલમાં એમને લઈ એક સમાચાર સામે આવી રહ્યાં છે.

નંદુરબારમાં હિન્દુ સેવા સમિતિના નરેન્દ્ર પાટીલે દારૂની સાથે ગાયત્રી મંત્રના જાપ કરીને ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા બદલ ગુજરાતના હાસ્ય કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયા સહિત કુલ 5 વ્યક્તિઓની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતી નાટ્ય કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયાનો કોમેડી શો ‘ગજ્જુભાઇ ગોલમાલ’ પ્રસારિત કરવામાં આવી રહ્યો છે.

તેના ભાગો યુટ્યૂબ પર પણ ખુબ પ્રસારિત થાય છે. એક દૃશ્યમાં, હિરોઇનને આંખો બંધ કરીને ગાયત્રી મંત્રનો જાપ કરતી બતાવવામાં આવી છે. એ જ સમયે, અભિનેતા એટલે કે, સિદ્ધાર્થ રાંદેરિયા તેની ખાતરી કરે છે કે, તેની આંખો બંધ હોય ત્યારે બોટલમાંથી દારૂ તેના આગળ તાંબાના વાસણમાં નાખે છે તેમજ ગાયત્રી મંત્રનો જાપ કરીને મજાક ઉડાવે છે.

મંત્રો અંગે કેટલાંક જોક્સ કરે છે. હકીકતમાં ગાયત્રી મંત્ર એ એક વેદ મંત્ર છે તેમજ તમામ ધાર્મિક વિધિમાં તેનો પાઠ કરવામાં આવે છે. વિકૃતિ દ્વારા હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી હતી. જેથી તાત્કાલિક કેસ નોંધવા જોઈએ તેમજ તેઓની તાત્કાલિક ધરપકડ કરીને કડક સજા થવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *