BJPના ex કોર્પોરેટરના પુત્રએ યુવતી સાથે કારમાં શારીરિક સંબંધ બાંધી પાડી લીધા ફોટો અને પછી…

એક બાજુ અત્યારે સમગ્ર જગતમાં કોરોના સાથે મોટી જંગ ચાલી રહી છે અને બીજી તરફ રાજ્યમાં યુવતીઓ અને મહિલાઓ સાથે પણ શારીરિક અને માનસિક ત્રાસના…

એક બાજુ અત્યારે સમગ્ર જગતમાં કોરોના સાથે મોટી જંગ ચાલી રહી છે અને બીજી તરફ રાજ્યમાં યુવતીઓ અને મહિલાઓ સાથે પણ શારીરિક અને માનસિક ત્રાસના બનાવો પણ તેટલા જ વધી રહ્યા છે. લોકડાઉન હોવાના કારણે ઘરમાં પણ મહિલાઓનું શોષણ થઈ રહ્યું છે. તેવી ઘણી ઘટનાઓ સામે આવી ચુકી છે.

ત્યારે આજે સુરતના ઘોડદોડ રોડ ઉપર ગરબા કલાસિસમાં પ્રેમ થતા ડુમસ રોડ ઉપર કારમાં શારીરિક સંબંધ બાંધવા દરમિયાન મોબાઈલમાં ફોટો પાડી લઈ તેને આધારે યુવતીને પોતાની સાથે સંબંધ રાખવા માટે બ્લેકમેઈલ કરી રહેલાં પૂર્વ કોર્પોરેટરના પુત્ર વિરુદ્ધ સિટીલાઈટ રોડની યુવતીએ ઉમરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર ઘટના મામલે ઉમરા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સિટીલાઈટ વિસ્તારમાં રહેતા રાજસ્થાની પરિવારની યુવતી જાનવી(નામ બદલ્યું છે) ને છેલબટાઉ યુવકે ફસાવી હતી.

જાનવી 2015માં ઘોડદોડ રોડ ઉપર સૂર્યકિરણ કોમ્પલેક્સમાં ચાલતા ગરબા ક્લાસિસમાં ગરબા શીખવા જતી હતી. અહીં અમરોલી હરિધામ સોસાયટીમાં રહેતાં ધવલ વિજય પટેલ સાથે સંપર્કમાં આવી હતી. ગરબા શીખતા થયેલો પરિચય ધીરે ધીરે પ્રેમમાં બદલાયો હતો. બન્ને વચ્ચે પ્રેમ થઈ જતાં તેઓ વારંવાર ધવલની કારમાં ડુમસ રોડ ઉપર ફરવા જવા માંડ્યા હતા. ડુમસ ફરવા જતા દરમિયાન કારમાં તેઓ વચ્ચે શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા.

એક વખત ધવલે પોતાના મોબાઈલ ફોનમાં બન્નેની અંગત પળોના ફોટા પાડી લીધા હતા. આ ફોટો વાઈરલ કરી દેવાની ધમકી આપી છેલ્લાં ચાર વર્ષથી પોતાની સાથે સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. સંબંધો ઉપર પૂર્ણવિરામ મૂકી દીધો હોવા છતાં પણ મેઈલ અને વોટ્સએપ મારફતે પરિવારના સભ્યોને વાઈરલ કરી દેવાની ધમકી આપતો હતો.

જાનવીનો પરિવાર ધવલને સમજાવવા તેના ઘરે પણ ગયો હતો. ફોટા ફરતા કરવાની ધમકીથી કંટાળેલી જાનવીએ આખરે બુધવારે ઉમરા પોલીસ સ્ટેશને પહોંચી. અને ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય પટેલના પુત્ર ધવલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અહિયાં યુવતીનું નામ ફેરવેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *