ત્રિશુલ ન્યુઝના અહેવાલ બાદ ગુજરાત સરકારના માહિતી અધિકારી પર નોંધાઈ પોલીસ ફરિયાદ

Valsad Information Department Officer Akshay Desai: વલસાડ માહિતી વિભાગના અધિકારી અક્ષય દેસાઈ(Akshay Desai)નો અજગર સાથે ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા નોંધાઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. વલસાડ ઉત્તર વન વિભાગએ માહિતી ખાતા ના અધિકાર અક્ષય દેસાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વન્ય જીવ પ્રાણી અજગરને રજાડી તેની સાથે ફોટો પડાવીને સોશિયલ મીડિયામાં ફોટો વાઇરલ કર્યો હતો.

મળતી માહિતી અનુસાર, વલસાડ માહિતી અધિકારી અક્ષય દેસાઈ પર અજગરને રજાડી તેની સાથે ફોટો પડાવવા બાબતે ફરિયાદ નોંધાતા સમગ્ર વલસાડ પંથકમાં ચર્ચાનો વિષય બની ગયો છે. માત્ર આટલું જ નહિ અવાર-નવાર અક્ષય દેસાઈનું કરતૂતો જનતા સમક્ષ આવતી રહે છે.

કોણ છે અક્ષય દેસાઈ ?
નાણાં મંત્રી કનું દેસાઈ ના નજીક હોવાના ડંફાસ મારીને ફાકા ફોજદારી કરતો અક્ષય દેસાઈ (Akshay Desai) ની મૂળ ભરતી માહિતીના વહીવટ વિભાગ માં થઇ હતી પરંતુ નેતાઓ ની કદમ પોષી કરીને એડીટોરિયલ વિભાગમાં ઠોકી બેસાડવામાં આવ્યો.. સમાચાર ની બિલકુલ ગતાગમ નહિ હોવા છતાં અક્ષય દેસાઈ વલસાડ જિલ્લાના પત્રકારો માટે માથાનો દુખાવો સાબિત થયો છે. હંમેશા કોઈ ને કોઈ મુદ્દે વિવાદ ઉભા કરવામાં અક્ષય દેસાઈ ની માસ્ટરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *