અમદાવાદમાં વર્લ્ડ કપ પર આતંકી હુમલાનો ખતરો… ધમકી ભર્યા કૉલ આવતા મચ્યો હડકંપ, ખાલિસ્તાની આતંકી પન્નુ વિરુદ્ધ નોંધાઈ FIR

Published on Trishul News at 5:30 PM, Fri, 29 September 2023

Last modified on September 29th, 2023 at 5:31 PM

Khalistan terrorist Gurpatwant Singh Pannu: ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત પન્નુ વિરુદ્ધ અમદાવાદ સાયબર સેલમાં FIR નોંધવામાં આવી છે. પન્નુએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન(Khalistan terrorist Gurpatwant Singh Pannu) વચ્ચે રમાનારી વર્લ્ડ કપ ક્રિકેટ મેચ પર હુમલો કરવાની ધમકી આપી હતી.આતંકવાદી પન્નુએ પ્રી-રેકોર્ડ કરેલા મેસેજ વીડિયોમાં કહ્યું હતું કે શહીદ નિજ્જરની હત્યા માટે પીએમ મોદી જવાબદાર છે અને શીખ ફોર જસ્ટિસ આ હત્યાનો બદલો લેશે. અમદાવાદમાં 5 ઓક્ટોબરે યોજાનારી વર્લ્ડ કપની મેચો અમારું લક્ષ્ય હશે.

ધમકીભર્યા સંદેશમાં પન્નુએ ભારત-પાકિસ્તાન મેચને નિશાન બનાવવા અને અમદાવાદ સ્ટેડિયમમાં ખાલિસ્તાની ઝંડો ફરકાવવાની વાત કરી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઓડિયોનો ખુલાસો પન્નુએ પોતે કર્યો છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ પન્નુએ 15 ઓગસ્ટે અને જી-20 સમિટમાં ખલેલ પહોંચાડવાની ધમકી આપી હતી. દિલ્હી પોલીસે આ કેસમાં કેટલાક લોકોની ધરપકડ પણ કરી હતી.

પન્નુની ધમકીભરી ઓડિયો ક્લિપના શબ્દો
5 ઓક્ટોબરે અમદાવાદના મોદી સ્ટેડિયમથી ભારતમાં વર્લ્ડ કપની શરૂઆત થશે નહીં. પરંતુ આંતક વર્લ્ડ કપની શરૂઆત થશે. શીખ્સ ફોર જસ્ટિસ ખાલિસ્તાનના ઝંડા સાથે અમદાવાદમાં ધમાલ મચાવશે. અમે શહીદ નિજ્જર હત્યાકાંડનો બદલો લેવાના છીએ. અમે તમારી હિંસા વિરુદ્ધ મતનો ઉપયોગ કરીશું.

ઓડિયો ક્લિપ્સ અલગ-અલગ લોકોને મોકલવામાં આવી
એક અજાણ્યા મોબાઈલ નંબર પરથી વિવિધ લોકોને ધમકીઓ ધરાવતી ઓડિયો ક્લિપ મોકલવામાં આવી હતી. આ ઓડિયો ક્લિપના અંતે ધમકી આપનાર વ્યક્તિએ પોતાની ઓળખ ગુરપતવંત સિંહ પન્નુ તરીકે આપી છે. ગુરપતવંતસિંહ પન્નુ ભારત રહી ખાલિસ્તાન ચળવળના નામે ‘સિખ ફોર જસ્ટિસ’ (SFJ) નામનું સંગઠન ચલાવતો મુખ્ય સૂત્રધાર છે. જેમને ભારત સરકાર દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે.

વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે
ICC ક્રિકેટ વર્લ્ડ કપ-2023 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. 5 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી મેચો શરૂ થશે. અહીં પ્રથમ મેચ ગત વર્લ્ડ કપની ફાઈનલ રમનાર ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે.

એક જ દિવસમાં 60 થી વધુ ધમકી ભર્યા કોલ
મળતી માહિતી અનુસાર, એક જ દિવસમાં 60 થી વધુ ધમકી ભર્યા કોલ આવ્યા પછી સાયબર ક્રાઇમ બ્રાંચની તપાસમાં ધમકી ભર્યા કોલ યુ.કે થી આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. જેને લઈ સાયબર ક્રાઇમ બ્રાંચે આતંકી ગુરૂપવતસિંધ પન્નુ વિરુદ્ધ IPC 121 A, 153 A, 153 B(A, C), 505 (1)b, 12 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Be the first to comment on "અમદાવાદમાં વર્લ્ડ કપ પર આતંકી હુમલાનો ખતરો… ધમકી ભર્યા કૉલ આવતા મચ્યો હડકંપ, ખાલિસ્તાની આતંકી પન્નુ વિરુદ્ધ નોંધાઈ FIR"

Leave a comment

Your email address will not be published.


*