કુમાર કાનાણીના જમાઈ વિરુદ્ધ દાખલ થઇ પોલીસ ફરિયાદ, મહિલાને છેડતી કરી અને…- જાણો શું છે સમગ્ર મામલો

સુરત(Surat): શહેરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરતની વરાછા બેઠક પરના ધારાસભ્ય કુમાર કાનાણી(Kumar Kanani)ના જમાઈ સામે કાપોદ્રા પોલીસ સ્ટેશન(Kapodra Police Station)માં ફરિયાદ…

સુરત(Surat): શહેરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરતની વરાછા બેઠક પરના ધારાસભ્ય કુમાર કાનાણી(Kumar Kanani)ના જમાઈ સામે કાપોદ્રા પોલીસ સ્ટેશન(Kapodra Police Station)માં ફરિયાદ દાખલ થયા હોવાના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, ધારાસભ્ય કુમાર કાનાણીના જમાઈ જગદીશ કોલડીયા સામે મહિલાની છેડતી કરવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. સાથે વિરોધ કરવા જતાં વૃદ્ધને પણ મારમાર્યો હોવાની માહિતી પણ સામે આવી રહી છે.

કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ થઇ ફરિયાદ:
મળતી માહિતી અનુસાર, જગદીશ કોલડીયા વિરુદ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં મહિલાની છેડતી કરવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદી દ્વારા જગદીશ કોલડીયા પર 6-7 વર્ષથી હેરાન કરતો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. સાથે જ ફરિયાદીએ છેડતીનો વિરોધ કરતાં જગદીશ કોલડીયાએ માર માર્યો હોવાનું પણ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.

કુમાર કાનાણીના પુત્રનો પણ પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે થયો હતો વિવાદ:
જો વાત કરવામાં આવે તો સુરતમાં મહિલા કોન્સ્ટેબલ અને ધારાસભ્ય કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી વચ્ચે લોકડાઉનમાં કર્ફ્યૂના સમયે વિવાદ સર્જાયો હતો. જેના વિડીયો અને ઓડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. ત્યારબાદ સુરત પોલીસ કમિશનર દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા હતા. જેથી વરાછા પોલીસ સ્ટેશનમાં મંત્રી કાનાણાની પુત્ર પ્રકાશ કાનાણી અને તેના બે મિત્રો વિરુદ્ધ કર્ફ્યુ ભંગનો ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા કરવામાં આવી હતી અટકાયત:
મહત્વનું છે કે, કુમાર કાનાણીના પુત્ર અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચે વિવાદનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. આ મામલા અંગે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ પણ શરુ થઇ ગયો હતો. જોકે, અંતે સમગ્ર મામલે પોલીસ કમિશનરે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *