હાલમાં ઉત્તર પ્રદેશ માં બસ બાબતે થઇ રહેલી રાજનીતિ ચરમ સીમા છે. મજૂરોની ચિંતા કરવાને બદલે ત્યાની રાજકીય પાર્ટી અને ખુદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ રાજનીતિ પર ઉતરી આવ્યા છે. દેશભરમાં કોઈ પણ ઘટનાને સારી રીતે રાજનીતિ સાથે જોડી દઈ હિંદુ મુસ્લિમ કરવું હોય કે ભાજપ કોંગ્રેસ કરવું હોય તેના માટે પંકાયેલા અને ખોટા માર્ગે દોરતી ટ્વીટ કરવા પંકાયેલા સંબિત પાત્રાએ ફરી વખત પોતાની મુર્ખામી છતી કરી હતી જે હવે તેમને જ ભારે પડી રહી છે.
સુરતમાં એક પાર્થ લખાણી નામના વકીલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશના અને પોલીસ કમીશ્નરશ્રી ને લેખિત ફરિયાદ આપતા કહ્યું છે કે, સ્મિત પાત્રા એ 19 મે ના રોજ એક ટ્વીટ કરી હતી જેમાં જનતા ને કોંગ્રેસ વિરુદ્ધ ભડકાવવા ખોટી માહિતી આપીને સંબિત પાત્રાએ કહ્યું હતું કે, પ્રિયંકા વાડ્રા એ જે બસની યાદી આપી છે તેમાં વાહનો અનફીટ છે, તેમાંથી બસ ને બદલે એમ્બ્યુલન્સ, કાર, ટ્રેક્ટર અને સ્કુટર છે. સાથે સાથે સંબીતે એક સ્ક્રીનશોટ પણ મુક્યો હતો જેમાં તેનો દાવો હતો કે કોંગ્રેસે આપેલી યાદીમાં બસ ને બદલે એમ્બ્યુલન્સ હતું. જે ખોટી વાત સાબિતી થઇ છે.
સંબિત પાત્રા એ કઈ રીતે દ્રેશ્ભાવ ફેલાવવા અને અફવા ફેલાવવા ખોટી માહિતી મૂકી છે તેના પુરાવા પણ સુરતના વકીલ પાર્થ લખાણી દ્વારા રજુ કરાયા છે. પાર્થ લખાણી સક્રિય કોંગ્રેસ કાર્યકર છે અને સાથે સાથે સામાજિક સેવા ક્ષેત્રે પણ જોડાયેલા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news