ચીન(China Corona) સહિત સમગ્ર વિશ્વમાં વધતા કોરોનાએ દુનિયાના લોકોને હચમચાવી નાખ્યું છે. ત્યારે દેશમાં કોરોના(Corona)નું સંક્રમણ ન વધે તે માટે સરકાર વધુ એલર્ટ થઇ ચુકી છે અને નિયંત્રણો 6 દેશમાંથી આવતા મુસાફર માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરી દેવામાં આવ્યા છે. જેમાં ચીન, જાપાન, હોંગકોંગ, થાઈલેન્ડ, સિંગાપોર, દક્ષિણ કોરિયાના પ્રવાસીઓ માટે આ નિયમ લાગુ કરી દેવામાં આવશે. જેની આગામી 1 જાન્યુઆરી 2023થી અમલવારી કરવામાં આવશે. આ મામલે આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા(Mansukh Mandaviya) દ્વારા ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે. એર સુવિધા પોર્ટલ ઉપર RT-PCR રિપોર્ટની માહિતી અપલોડ કરવાની રહેશે. કોરોનાની સંભવિત સ્થિતિને લઇ કેન્દ્ર સરકાર દ્વારા આગમચેતીના ભાગરૂપે આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કેન્દ્ર સાથે રાજ્ય સરકાર પણ થઇ છે એલર્ટ:
મહત્વનું છે કે, વિશ્વમાં વધતા કોરોનાના કેસને લઈ દેશમાં કોરોનાની વધુ એક લહેરની આશંકા જતાવવામાં આવી રહી છે ત્યારે કેન્દ્રની સાથે રાજ્ય સરકાર પણ એલર્ટ બની ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર પાસેથી વેક્સિનની માંગ કરી છે. ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકાર પાસે 12 લાખ વેક્સિનના ડોઝની માંગણી કરવામાં આવી છે. રાજ્યમાં 10 લાખ કોવિશિલ્ડ અને 2 લાખ કો-વેક્સિનના ડોઝની માંગણી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને 2 લાખ કો-વેક્સિનનો જથ્થો મંજૂર કરવામાં આવ્યો હતો અને 2 લાખ કો-વેક્સિન પૈકી 1 લાખ કોવેક્સિનના ડોઝ રાજ્ય સરકારને મળ્યા હતા.
વેકસીન માટે લોકોમાં આવી છે જાગૃતિ:
ઉલ્લેખનીય છે કે, કોરોનના વધતા કેસને લઇ વેક્સિન પ્રત્યે લોકોમાં જાગૃતતા આવી છે. લોકો ઠેર ઠેર લાંબી લાઈનો લગાવી રહ્યા છે પરંતુ હેલ્થ સેન્ટરો પર વેક્સિન હોવાથી લોકો વેક્સિન લીધા વિના જ પાછા જઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના સામે વેક્સિન જ રામ બાણ ઈલાજ છે. છેલ્લા એક સપ્તાહથી બુસ્ટર ડોઝ લેવા માટે લોકો જાગૃત બન્યા છે.
કોરોના વાયરસના લક્ષણો:
ગળામાં ખારાશ, છીંક આવવી, નાકમાંથી પાણી પડવું, નાક બંધ થઇ જવું, કફ વગરની ઉધરસ, માથાનો દુખાવો, કફ સાથે ઉધરસ, બોલવામાં તકલીફ, સ્નાયુમાં દુખાવો, ગંધ ન આવવી, ખૂબ તાવ, ઠંડી સાથે તાવ, સતત ઉધરસ, શ્વાસની તકલીફ, થાક લાગવો, ભૂખ ન લાગવી , ઝાડા, બીમાર હોવું વગેરે કોરોના વાયરસના લક્ષણો છે.
જો લક્ષણો દેખાય તો શું કરવું?
નેશનલ હેલ્થ સર્વિસ કહે છે કે, ઘણા લોકો પાંચ દિવસ પછી પણ અન્ય લોકોને સંક્રમિત કરતા નથી, પરંતુ કેટલાક લોકો સંક્રમણ લાગ્યાના 10 દિવસ સુધી ચેપ ફેલાવી શકે છે. તેથી, જે લોકોને કોઈ લક્ષણો દેખાઈ રહ્યા છે તેમની અવગણના કરવાને બદલે, તેઓએ પાંચ દિવસ સુધી અન્ય લોકોના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ અને ઓછામાં ઓછા 10 દિવસ સુધી વૃદ્ધ-બાળકો અથવા બીમાર લોકોને મળવાનું ટાળવું જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.