કોરોનાની બીજી લહેર ખુબ જ ઘટક બની છે. ત્યારે આવા સંજોગોમાં કેટલાય કોરોના વોરીયસ પોતાની ફરજ બજાવવાનું ચુકતા નથી. પોતાના જીવની કે પોતાના પરિવારની પરવાહ કર્યા વગર કોરોના વોરીયસ તરીકે કાર્ય કરી રહ્યા છે. તો કેટલાક લોકોના ઘરે માતા પિતાની હાલત ગંભીર હોવા છતાં પણ પોતાની ફરજ ચુકતા નથી. ત્યારે આવો જ એક કિસ્સો ચંડીગઢના જમાલપુર સામે આવ્યો છે. જાણીએ શું છે સમગ્ર કિસ્સો…
કોરોનાના આ કપરા કાળમાં કેટલાય લોકો પોતાની ફરજ ચુકતા નથી. વાત થઇ રહી છે ૨૫ વર્ષીય કૌર ઉર્ફ સિમરનની. સામાન્ય રીતે જોવા જઈએ તો આ ઉમરમાં કોઈ માથે મોટી જવાબદારી હોતી નથી. પરંતુ સીમરનના ઘરમાં ઘણી પરેશાનીઓ જોવા મળી રહી છે. પરંતુ સીમરન તેમના ઘર અને પોતાની ડયુટી બંનેને એક સાથે મેનેજ કરી રહી છે. સીમરન દેશ અને સમાજ માટે પોતાની ફરજ સમજીને પોતાની ડયુટી નિભાવી રહી છે. હાલમાં સીમરન સિવિલ હૉસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે બનાવવામાં આવેલા આઈસોલેશન વોર્ડમાં અટેન્ડર તરીકેની ફરજ બજાવે છે. જયારે લોકો આ વોર્ડમાં જતા પણ ગભરાઈ રહ્યા છે તો સીમરન હસતા મુખે આ વોર્ડમાં જઈ રહી છે. મહત્વની વાત તો એ છે કે સીમરનના માતા પિતા ખુદ ગંભીર હાલતમાં છે.
કૌર ઉર્ફ સિમરન ચંડીગઢ માર્ગ પર આવેલા એક જમાલપુર વિસ્તારમાં રહે છે. સીમરને જણાવતા કહ્યું છે કે, તેમની માતાને છેલ્લા ૧૦ વર્ષથી ડાયાબિટીઝ છે. તે ઘરના કાર્ય પણ નથી કરી શકતી. તેમની સંભાળ રાખવાની ખુબ જરૂર પડે છે. તો બીજી બાજુ મારા પિતાને પેરાલિસિસનો હુમલો આવ્યો હતો. જેથી તેઓ હાલમાં પથારીમાં છે. મારા બંને ભાઈઓ ખાનગી નોકરી કરી રહ્યા છે.
આ જ સમય છે દેશની સેવા કરવાનો:
સિમરને જણાવતા કહ્યું છે કે, આવા સમય પર જ ખબર પડે છે કે તમે તમારી ફરજને લઈને તમે કેટલા ગંભીર છો. સિમરન રહે છે કે તે ફરજ દરમિયાન સુરક્ષાની ખુબ જ સંભાળ રાખે છે. પછી મોતથી શું ડરવાનું? એક દિવસ તો સૌને મરવાનું જ છે.
દીકરી પર પિતાને છે ગર્વ:
જયારે સીમરનના પિતાને આ વાતની જાણ થઇ કે તેમની દીકરીની ફરજ આઈસોલેશન વૉર્ડમાં છે તો તેમની ચિંતામાં વધારો થયો. પરંતુ પોતાની દીકરીનું સાહસ જોઇને તેમને પણ ગર્વ થયો હતો. દીકરી ફરજ પર જાય છે ત્યારે ઘણી વાર તેમના પિતાની આંખમાંથી આંસુ સરી પડે છે. ત્યારે દીકરી સ્મિત આપે છે, જેને લીધે તેમનો ડર પણ દુર થઇ જાય છે. જોકે સીમરનના પિતાએ સિમરનને હમેંશા સમાજ સેવા કરવા માટે પ્રેરિત કરી છે. સીમરન જણાવે છે કે જયારે ડ્યુટી વાત આવે છે, ત્યારે તેમના પિતા હર હમેંશા કહે છે કે સમાજ અને દેશ પહેલા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.