શ્રદ્ધા વોકર અને આફતાબ અમીન પુનાવાલાની પ્રેમકહાનીનો લોહિયાળ બદલો જોઈ ને સૌ આશ્ચર્યચકિત રહી ગયા છે. વિશ્વાસ કરવું મુશ્કેલ છે કે, કોઈ પ્રેમી તેની પ્રેમિકાને આવી ક્રૂરતાથી મારી તેના ટુકડે-ટુકડા કરી શકે છે. હવે આફતાબ પોલીસની પકડમાં છે શ્રદ્ધાનું મર્ડર આફતાબે કર્યું છે તેના તમામ સબૂતો પોલીસ પાસે આવી ચુક્યા છે.
પરંતુ આ ખોફ્નાખ હત્યાથી જોડાયેલા સબુત, સાક્ષીઓ અને પોલીસની તપાસ ગુનેગારને ફાંસી સુધી પહોચાડી શકશે? શું આ કામ માટે દિલ્હી પોલીસને મળેલા સબૂતો અને આફતાબનું નિવેદન યોગ્ય છે? આવા તમામ સવાલના જવાબો જાણવા માટે અમે કેટલાક કાનૂની નિષ્ણાતો સાથે વાતચીત કરી છે. ચાલો જાણીએ કે તેઓ હત્યા કેસ વિશે શું કહે છે?
સુપ્રીમ કોર્ટના જાણીતા વકીલ અજય અગ્રવાલનું એવું કેહવું છે કે જે ટુકડા પોલીસને મળ્યા છે, તેનું ડીએનએ શ્રદ્ધાના પિતા સથે મેચ થઇ જશે તો આફતાબનું બચવું મુશ્કેલ છે. અજય અગ્રવાલનું કેહવું છે કે માત્ર નિવેદનના આધારે કોઈને સજા થઇ શકે નહિ. દિલ્હી પોલીસ સંજોગો અનુસાર સબૂતો એકત્રિત કરી રહી છે. નિવેદનના આધારે પણ સબુત જમા કરવામાં આવે છે. પોલીસને મળેલું નિવેદન વધારે સ્વીકાર્ય માનવામાં આવતું નથી. તે માટે પોલીસ પોતે સબુતો એકત્રિત કરી રહી છે. તે માટે આ બ્રુટલ મર્ડર કેસ અને રેયર રેરેસ્ટ કેસ છે.
યુપી પોલીસના પૂર્વ આઈજી અને આઇપીએસ અધિકારી પીયુષ શ્રીવાસ્તવ કહે છે કે આવો જ એક બનાવ પેહલા પણ બની ચુક્યો છે, જેમાં ડીપી યાદવના પુત્ર વિકાસ યાદવે હત્યા કરી હતી. તે ડેડ-બોડી ગાડીમાં મૂકી બુલંદ શહેર ફેકી આવ્યો હતો. તે કેસ માં પોલીસ ને કાઈ મળ્યું નહોતુ. છતાં પણ તે આજે જેલ માં તેની સજા ભોગવી રહ્યો છે. તેનો એટલો પ્રભાવ હોવા છતાં પણ તે છૂટી નથી શક્યો. આ કેસ (શ્રદ્ધા મર્ડર કેસ) માં તો પોલીસ પાસે તો ઘણા સબૂતો છે.
પોલીસ અધિકારીએ કહ્યું કે, તે બંને લીવ-ઇન રીલેશનશીપમાં રહેતા હતા. તેને કાનુન પણ માન્ય ગણે છે. અને જ્યાં તે બંને રહેતા હતા, ત્યાંથી પણ જુબાની મળી શકે છે કે તે બંને સાથે રહેતા હતા. તે બંને વચ્ચે ઝઘડો થયો હશે તો તેના પણ સબૂતો મળી શકે છે. આસપાસ ના ઘરમાં રેહતા લોકો પણ કહી શકે છે કે, ઘરમાંથી ઝઘડવાનો અવાજ સંભળાતો હતો કે નહી?
પોલીસ અધિકારીએ કહ્યું કે, આરોપીએ યુવતીના મોબાઈલ ફોનનો ઉપયોગ પણ કરી રહ્યો હતો. તેનું સોશિયલ મીડિયા એક્ટીવ હતું. તો લોકેશનની તપાસ કરશે તો બંનેના ફોનની લોકેશન એક જ આવશે. તેનાથી જાણ થશે કે યુવતીનો મોબાઈલ આરોપી પાસે જ હતો. જો આરોપીના ઘરમાંથી ગંધ આવતી હશે તો આસપાસમાં રહેતા ઘરના લોકો તેના વિશે પણ કહી શકે છે. તો પોલીસે આ જ પ્રકારના ઘણા બધા સબૂતો ગોતવા પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.