ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat Election 2022)ને લઈને છેલ્લા ઘણા સમયથી રાજકીય પક્ષો દિવસ-રાત દોડધામ કરી પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. સાથે જ જાહેર પ્રચારના ભુંગળા શાંત થવાનું નામ લેતા નથી. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 1 ડિસેમ્બરના રોજ મતદાન થયું હતું, જ્યારે બીજા તબક્કાનું મતદાન આગામી 5મી ડિસેમ્બરના રોજ થવા જઈ રહ્યું છે. ત્યારે આજે સાંજે 5 વાગતાની સાથે જ જાહેર પ્રચાર બંધ થઇ જશે. ત્યારબાદ તમામ રાજકીય પક્ષોની નજર મતદાન પર રહેશે. આ બધા વચ્ચે કોંગ્રેસ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
જાણો કોંગ્રેસે શું લીધો મોટો નિર્ણય:
કોંગ્રેસ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો OBC ચહેરો મુખ્યમંત્રી હશે. આ ઉપરાંત ગુજરાતમાં એક-બે નહીં પણ ત્રણ નાયબ મુખ્યમંત્રી હશે. જે SC, ST અને અલ્પસંખ્યક સમુદાયમાંથી હશે. મહત્વનું છે કે, મીડિયામાં ચાલી રહેલા આ સમાચારને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડગામમાં યોજાયેલી જાહેરસભામાં સ્ટેજ પરથી જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, ‘આજે મે ટીવીમાં જોયું કે તેમાં ચાલતું હતું કે, કોંગ્રેસના મુખ્યમંત્રી અને ત્રણ નાયબ મુખ્યમંત્રીને એવું, એમાં શું ખોટું છે?, અમારે પેલો અનંત પટેલ આદિવાસી આખા ગુજરાતની પોલીસ અને ભાજપ સામે લડી રહ્યો છે, એવો કદાચ ગુજરાતનો આદિવાસી મુખ્યમંત્રી બનતો હોય તો કેમ પેટમાં તેલ રેડાય છે. છેલ્લે છેલ્લે મીડિયામાં જે પણ કંઈ ચાલી રહ્યું છે એ ભગવાન સાચુ કરે એવું દેખાઈ રહ્યું છે.’
સૂત્રોના જણાવ્યા અનુસાર, બીજા તબક્કાના મતદાન અગાઉ જ ગુજરાત કોંગ્રેસ જ્ઞાતિનું કાર્ડ રમવા જઈ રહ્યું છે. કોંગ્રેસ દ્વારા નિર્ણય લેવામાં આવ્યા છે કે, જો તેમની ગુજરાતમાં સરકાર બની તો OBC ચહેરો મુખ્યમંત્રી હશે. આ ઉપરાંત ગુજરાતમાં એક-બે નહીં ત્રણ નાયબ મુખ્યમંત્રી હશે અને તે SC, ST અને અલ્પસંખ્યક સમુદાયમાંથી હશે.
5 ડિસેમ્બરે છે બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.
8 ડિસેમ્બરે જાહેર થશે ચૂંટણીનું પરિણામ:
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.