આગામી સમયમાં આઠ બેઠકો ઉપર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે આ આઠ બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ કયા મૂરતીયાઓને મેદાનમાં ઉતારશે તેને લઇને અનેક અટકળો ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસ માં કયા કયા મુરતિયા હશે તેને લઈને મીડિયામાં પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે સુત્રો તરફથી મળેલી માહિતી મુજબ મોરબી બેઠક ઉપર ઉપર હાર્દિક પટેલના પત્ની કિંજલ પટેલને કોંગ્રેસ તરફથી મેદાનમાં ઉતારવામાં આવી શકે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે.
કોંગ્રેસમાંથી સત્તાલાલચુ અને પોતાના અંગત સ્વાર્થ સાધવા માટે કેટલાક ધારાસભ્યો એ પોતાના પદ પરથી રાજીનામું આપીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો જેથી આ બેઠકો ખાલી પડી હતી. ખાલી પડેલી ૮ બેઠકો પર ટૂંક સમયમાં પેટા ચૂંટણી યોજાવાની છે.ત્યારે આ વખતે આ 8 બેઠકો પર કોંગ્રેસનું પલ્લુ ભારે રહે તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. પ્રજા મતદારો પણ પોતાની સાથે મતદ્રોહ કરનારા નેતાઓને પાઠ ભણાવવા માટે મક્કમ બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે છેલ્લા કેટલાક દિવસથી હાર્દિક પટેલ મોરબીમાં અત્યારે પૂર્વભૂમિકા તૈયાર કરી રહ્યા છે.
હાર્દિક પટેલ દ્વારા તૈયાર કરાઈ રહેલી આ પૂર્વભૂમિકા ને લઈને એવું માનવામાં આવી રહ્યું છે કે હાર્દિક પટેલ ની પત્ની કિંજલ પટેલને જો મોરબી સીટ પર ચૂંટણી લડવામાં આવે તો જીતની પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે કારણ કે આ સીટ પર મોટાભાગે કડવા પાટીદારોનું પ્રભુત્વ રહ્યું છે. સાથે સાથે ઓબીસી મતોનું પણ પ્રભુત્વ રહ્યું છે.
કોંગ્રેસ માટે આ સીટ ખૂબ જ આસાન બની શકે છે તો બીજી બાજુ ભાજપ પણ આ સીટ જીતવા માટે અત્યારથી જ સતર્ક રહ્યું છે પરંતુ મતદારો સાથે દ્રોહ કરનારા નેતાઓને મતદારો હવે સ્વીકારવા તૈયાર નથી. હાર્દિક પટેલ ચૂંટણી લડશે નહીં કારણ કે આગામી સમયમાં હાર્દિક પટેલને કોંગ્રેસમાં મોટી જવાબદારી મળી શકે તેવી પ્રબળ શક્યતાઓ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news