અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીની મજાક ઉડાવી. તેમણે કહ્યું કે મોદી જે વાતની ચર્ચા હંમેશા કરે છે એટલો ખર્ચ તો અમેરિકા અફઘાનિસ્તામાં 5 કલાકમાં કરી દે છે. તેનો જવાબ કૉંગ્રેસ પાર્ટીના નેતાઓએ આપ્યો અને સરકાર પાસેથી યોગ્ય જવાબ આપવાની માંગણી પણ કરી. આમ વિદેશીઓ આપણા દેશ પર જે ટિપ્પણી કરી તે માટે દેશના નેતાઓ માટે જે સહજતા દાખવી તે એક હકારાત્મક વલણ કહી શકાય.
અહીં ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં એક લાઇબ્રેરી માટે આર્થિક કરતાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતાં ગુરૂવારના રોજ કૉંગ્રેસે ટ્રમ્પ પર નિશાન સાંધતા કહ્યું કે અફઘાનિસ્તાનમાં વિકાસ કાર્યોના સંદર્ભમાં ભારતને અમેરિકાથી ઉપદેશની જરૂર નથી. પાર્ટીએ એમ પણ કહ્યું કે ટ્રમ્પની ટિપ્પણી ‘અસ્વીકાર્ય’ છે અને આશા છે કે ભારત સરકાર તેનો કડકાઇથી જવાબ આપશે.
કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ આ મામલે નરેન્દ્ર મોદીના સમર્થનમાં ટ્વીટ કરી કહ્યું, ‘પ્રિય ટ્રમ્પ, ભારતના વડાપ્રધાનની મજાક બનાવાનું બંધ કરો. અફઘાનિસ્તાન પર ભારતને અમેરિકાના ઉપદેશની જરૂર નથી. તેમણે કહ્યું કે મનમોહન સિંહ વડાપ્રધાન હતા ત્યારે ભારતે અફઘાનિસ્તાનમાં નેશનલ એસેમ્બલીની બિલ્ડિંગ બનાવામાં મદદ કરી. માનવીય જરૂરિયાતોથી લઇ રણનીતિ-આર્થિક ભાગીદારી સુધી અમે અફઘાન ભાઇઓ અને બહેનોની સાથે છીએ.’
અહમદ પટેલે કહ્યું કે ભારતના વડાપ્રધાન અંગે અમેરિકન રાષ્ટ્રપતિની ટિપ્પણી ઠીક નથી અને તે અસ્વીકાર્ય છે. તેમણે કહ્યું કે અમે આશા વ્યકત કરીએ છીએ કે સરકાર કડકાઇથી તેનો જવાબ આપશે અને અમેરિકાને યાદ અપાવે કે ભારતે અફઘાનિસ્તાનમાં મોટાપાયે રસ્તા અને ડેમ બનાવ્યા છે તથા ત્રણ અબજ ડોલરની મદદ કરી પ્રતિબદ્ધતા પણ દાખવી છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ બુધવારના રોજ નવા વર્ષની પહેલી કેબિનેટ બેઠકમાં વિદેશોમાં અમેરિકાના ઓછા રોકાણ કરવા પર જોર આપવું યોગ્ય ગણાવ્યું અને ભારત, રશિયા, પાકિસ્તાન અને બીજા પાડોશી દેશોને અફઘાનિસ્તાનની સુરક્ષાની જવાબદારી લેવાનું કહ્યું. ટ્રમ્પે મોદીનું ઉદાહરણ આપીને કહ્યું કે વિશ્વના નેતા પોતાના યોગદાન અંગે જણાવી રહ્યા છે જ્યારે તેમનું યોગદાન અમેરિકાની તરફથી ખર્ચ કરાયેલા અબજો ડોલરની સરખામણીમાં કયાંય ના આવે. ઉલ્લેખનીય છે કે ભારત યુદ્ધપીડિત અફઘાનિસ્તાનમાં પુન:નિર્માણ પ્રયાસોમાં સક્રિય રીતે સામેલ થઇ રહ્યું છે. ટ્રમ્પે કહ્યું કે હું તમને મારા, ભારત અને વડાપ્રધાન મોદીના સારા તાલમેલનું ઉદાહરણ આપી શકું છું. પરંતુ તે સતત મને કહી રહ્યા છે કે તેમણે અફઘાનિસ્તાનમાં લાઇબ્રેરી બનાવડાવી! આટલા તો આપણે (અફઘાનિસ્તાનમાં) પાંચ કલાકમાં ખર્ચ કરી દઇએ છીએ.