આ જગ્યાએ નરેન્દ્ર મોદીએ બીજી વાર શપથ લઈને સર્જ્યો વિક્રમ, જાણો વધુ.

નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદના શપથને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે. લોકસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ આજે વડાપ્રધાન મોદી પોતાના બીજા કાર્યકાળ માટે સાંજે 7 કલાકે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનારા ખાસ સમારોહમાં વડાપ્રધાન પદ માટે હોદ્દો અને ગુપ્તતાના શપથગ્રહણ કરશે. નરેન્દ્ર મોદી બીજી વખત રાષ્ટ્રપતિ ભવન ના પ્રાંગણમાં શપથ લેનાર પ્રથમ પ્રધાનમંત્રી બન્યા છે.

2014ની જેમ આ વખતે પણ પ્રધાનમંત્રી મોદી અને તેમના મંત્રીમંડળની શપથ ગ્રહણ મેગા ઈવેંટ થવાની છે. આ ભવ્ય કાર્યક્રમમાં સામેલ થવા 8,000 મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યાં છે.

વિદેશથી આવતા મહેમાનોમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાંમાર, થાઇલેન્ડ, નેપાલ અને ભુતાનના વડાઓ સામેલ છે. ઉપરાંત સાંસદો અને તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

મોદીની સાથે મંત્રી મંડળના 65 થી 70 જેટલા સભ્યો પણ શપથ ગ્રહણ કરવાના છે. જેમાં 40 ટકા નવા ચહેરાઓ પણ હશે. સૌની નજર આજે સાંજે યોજાનારા આ ઐતિહાસિક સમારોહ ઉપર કેન્દ્રીત થઈ છે.

ભાજપે આ વખતે 303 બેઠકો જીતી છે અને એનડીએ એ 352 બેઠક પર જીત મેળવી છે ત્યારે સૌનુ ધ્યાન કેબીનેટમાં કોને લેવામા આવે છે ? તે તરફ કેન્દ્રીત થયુ છે. કેબીનેટમાં જેડીયુ અને શિવસેનાના બે બે, અકાલી દળ અને અપના દળના એક – એક મંત્રાલય મળે તેવી શકયતા છે. સૂત્રો દ્વારા મળેલી માહીતી અનુસાર જૂના જોગીઓ તો હશે જ પરંતુ નવા ચહેરાઓને પણ સ્થાન મળશે. યુપી, બિહાર અને ગુજરાતને ખાસ મહત્વ મળે તેવી શકયતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *