આગામી તા.૧૯ના રોજ યોજનાર રાજયસભાની ચૂંટણી પૂર્વે ભાજપે કોંગ્રેસના વધુ ત્રણ ધારાસભ્યોના રાજીનામા આવતા હવે ચારમાંથી ત્રણ બેઠકો ઉપર ભાજપનો વિજય નિશ્ચિત મનાય છે. જયારે કોંગ્રેસને એક જ બેઠક મળે તેવી સ્થિતિ સર્જાતા કોંગ્રેસ માટે ભરતસિંહ સોલંકી અથવા શકિતસિંહ ગોહિલમાંથી કોઇ એકની પસંદગી કરવાનો પડકાર ઉભો થયો હતો. ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ શકિતસિંહ ગોહિલને એક નંબરના ઉમેદવાર જાહેર કર્યા છે. હવે ભરતસિંહે પોતાની તાકાત ઉપર લડવું પડશે.
કોંગ્રેસે રાજ્યસભા ઉમેદવાર તરીકે શકિતસિંહ ગોહિલને ‘નંબર વન’ ઉમેદવાર જાહેર કરતાં ભરતસિંહના સમર્થકો નારાજ થયા છે જેને લઈને વધુ એક રાજીનામુ પડવાની તૈયારી હોવાનું જાણવા મળી રહ્યું છે. ભરતસિંહે પોતાની તાકાત ઉપર લડવું પડશે અથવા પોતાનું નાક બચાવવા ફોર્મ પરત ખેચવું પડશે અથવા શક્તિસિંહ ને સમર્થન જાહેર કરવું પડશે.
કોંગ્રેસના નેતાઓનું માનીએ તો જે રીતે ભરતસિંહ બ્લેક્મેઇલિન્ગ કરીને હાઈ કમાંડ પાસેથી પાટીદાર નેતાનું પત્તું કાપીને રાજ્યસભાની ટીકીટ કાપી હતી ત્યારથી જ ધારાસભ્યોમાં નારાજગી ચાલી રહી હતી. જેટલા ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા છે, તે તમામ હાર્દિક પટેલના કવોટાના ધારાસભ્યો હોવાનું મનાય છે જેમને હાર્દિક પટેલે ૨૦૧૭ માં ટીકીટ અપાવી હતી. અને જીતાડ્યા હતા. હાર્દિક પટેલની ઉંમર ઓછી હોઈ તેણે અન્ય પાટીદાર નેતાને કોંગ્રેસ હાઈ કમાંડ રાજ્યસભા મોકલે તેવી માંગ કરી હતી. જે સ્વીકારવામાં પણ આવી હતી. પરંતુ દિલ્હી હાઈકમાંડનું નાક દબાવીને ભરત સિંહે ટીકીટ મળેવી હતી જેનું પરિણામ હાલ કોંગ્રેસ ભોગવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news