કોંગ્રેસે જાહેર કરી લોકસભા ઉમેદવારો માટેની બીજી યાદી, હાર્દિક પટેલ પ્રેરિત ઉમેદવારોની બોલબાલા

આગામી દિવસોમાં આવનારી લોકસભાની ચૂંટણીને લઇને કોગ્રેસે આજે વધુ સાત ઉમેદવારના નામ જાહેર કર્યા છે. દિલ્હી ખાતે મળેલી કોંગ્રેસની CECની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો…

આગામી દિવસોમાં આવનારી લોકસભાની ચૂંટણીને લઇને કોગ્રેસે આજે વધુ સાત ઉમેદવારના નામ જાહેર કર્યા છે. દિલ્હી ખાતે મળેલી કોંગ્રેસની CECની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ બેઠકમાં ગુજરાતના લોકસભા ચૂંટણીને લઇને ઉમેદવારના નામ પર ચર્ચા થઇ હતી. છેલ્લા કેટલાક સમયથી ઉમેદવારોની જાહેરાતને લઇને કોંગ્રેસમાં કોકડું ગુંચવાયેલું હતું.

સૂત્રોના મતે પાટણથી જગદીશ ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે જૂનાગઢથી પૂંજા વંશ, રાજકોટથી લલિત કગથરા ચૂંટણી લડશે. બીજી તરફ કોગ્રેસે પોરબંદર બેઠક પરથી લલિત વસોયાને  ટિકિટ આપવામાં આવી છે. બારડોલીથી તુષાર ચૌધરી, પંચમહાલથી વિ કે ખાંટને ટિકિટ આપી છે. વલસાડથી જીતુ ચૌધરીને પણ ટિકિટ આપવામાં આવી છે. જોકે, હજુ સુધી કોગ્રેસ દ્વારા સતાવાર જાહેરાત કરાઇ નથી.

કોંગ્રેસ દ્વારા ગુજરાત માટે 13 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ પૂર્વ પર રાજુ પરમાર, આણંદમાં ભરતસિંહ સોલંકી, વડોદરામાં પ્રશાંત પટેલ, છોટા ઉદ્દેપુરમાં રણજીત રાઠવા, કચ્છથી નરેશ મહેશ્વરી, નવસારીથી ધર્મેશ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *