આજકાલ ગુજરાતમાં આવી રહેલી વિધાનસભાની ચુંટણીને લઈને ગુજરાતનું રાજકારણ ખુબ જ ગરમાયું છે. એક તરફ ખોડલધામ ચેરમેન નરેશ પટેલના કોંગ્રેસમાં પ્રવેશ અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે. તો બીજી તરફ આપના મુખ્યમંત્રીઓની ગુજરાતની વારંવારની મુલાકાત તેમજ વડાપ્રધાન મોદીની અવાર નવાર મુલાકાત પણ રાજકારણમાં ગરમાવો લાવી રહી છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ દિવસેને દિવસે કથળતી જાય છે.
હાલ ગુજરાતમાં કોંગ્રેસની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે જેવી છે. ત્યારે હાર્દિક પટેલ પણ કોંગ્રેસનો પંજો છોડીને કોઈ પણ સમયે ભાજપનું કમળ હાથમાં લઇ શકે છે તેવા સંકેતો પણ સોશિયલ મીડિયામાં તેમના ફોટો બદલાતા હોવાના કારણે શંકા મજબુત બનતી જાય છે પેહલા પોતાના વોટ્સેપ ડીપીમાંથી પંજા વાળો ફોટો દુર કરી કેસરિયા ખેસ પેહરેલો ફોટો મુકતાજ હાર્દિક પટેલના ભાજપમાં જોડાવાની અટકળો તેજ બની છે.
હાલ ગુજરાતમાં રાજકારણમાં ખુબજ ગરમાટો ચાલી રહ્યો છે ત્યારે વધુ એક કોંગ્રેસના ધારાસભ્યે સી આર પાટીલના હસ્તે કેસરિયો પેહરી લેતા ગુજરાત કોંગ્રેસ માટે ખુબજ દુઃખ દાયક સમાચાર છે. ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય ગાંધીનગરમાં ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ ખાતે પોહ્ચીને ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં ભાજપા જોડાઈ ગયા હતા તેમજ તેમણે પણ આદિવાસી સમાજની સફ્રેદ ટોપી સીઆર પાટીલને પેહારવી હતી. અને એક બાણ પણ ભેટમાં આપ્યું હતું.
ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલે મીડિયા મિત્રો સાથે ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે “ખેડબ્રહ્મા થી હું છેલ્લા ત્રણ વર્ષથી ચૂંટાતા આવ્યો છું. છેલ્લા ઘણાં સમયથી જે પાર્ટીમાં હું કામ કરતો હતો તેનાથી હું નારાજ હતો. તે આદિવાસી સમાજને ગુમરાહ કરવાનું કામ કરે છે. અહીં આદિવાસીઓને છેતરે છે. આવા કામથી હું સખત નારાજ હતો” તેથી નરેન્દ્રભાઈ મોદીના આદિવાસીઓ માટેના કામો જોઇને હું ખુબ પ્રભાવિત થયો છું.
ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલે વધારે જણાવ્યું હતું કે જે મારા સમાજ માટે મારા સમાજને આગળ લાવવા માટે પ્ર્ય્તાનો કરશે મદદ કરશે હું હંમેશા તેની સાથે રહીશ મારા માટે મારો સમાજ માર સમાજનો વિકાસ સૌ પ્રથમ છે. અને મે મોદીજીને મારા સમાજની ચિંતા કરતા અને મારા સમાજ ને આગળ લાવવા માટે ઘણીં બધી મેહનત કરતા જોયેલા છે તેથી હું ગર્વથી કહું છું કે હું ભલે કોંગ્રેસમાંથી ચુંટણી લડીને 3-3 વાર ધારસભ્ય બન્યો પણ મારા દિલમાં મોદી સાહેબ જ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.