ગુજરાત કોંગ્રેસમાં મોટું ગાબડું- કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા લોકસભા ચુંટણી પહેલા જોડાશે ભાજપમાં

Congress leader Arjun Modhwadia: જેમ ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે,તેમ નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે.તેમાં પણ કોંગ્રેસમાં અમુક કેટલાક ધારાસભ્ય રાજીનામુ આપી ભાજપમાં જોડાયા છે. હજુ થોડા દિવસો અગાઉ જ કોંગ્રેસ દ્વારા રામમંદિરના આમંત્રણને નકારતા અર્જુન મોઢવાડિયાએ નારાજગી વ્યક્ત કરી હતી.જેના થોડા દિવસો બાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામુ આપી દેતા કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો હતો. ત્યારે અર્જુન મોઢવાડિયા(Congress leader Arjun Modhwadia) ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે તેવા અહેવાલ મળી રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અર્જુન મોઢવાડિયા ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં મોઢવાડિયા ભાજપમાં જોડાઈ તેવી શક્યતા છે.

ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં અર્જુન મોઢવાડીયા ભાજપમાં જોડાશે
ગુજરાતની રાજનીતિને લઇ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. અર્જુન મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું લગભગ નક્કી થઈ ગયું છે. આગામી ફેબ્રુઆરીમાં અર્જુન મોઢવાડિયા પોતાના કાર્યકર્તાઓ સાથે બીજેપીમાં જોડાશે એવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે.ફેબ્રુઆરીમાં પ્રથમ સપ્તાહમાં બીજેપીમાં જોડાશે એવી વિગતો પણ મળી રહી છે. આગામી દિવસોમાં કોગ્રેસના પ્રાથમિક અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે. તેઓ દિલ્લી ખાતે બીજેપીમાં જોડાશે એવી સુત્રો પાસેથી માહિતી મળી રહી છે.

કોંગ્રેસએ રામમંદિરનું આમંત્રણ નકારતા અર્જુન મોઢવાડિયાએ નારાજગી વ્યક્ત કરી હતી
અજૂર્ન મોઢવાડિયા ભાજપમાં જોડવાની સંભાવનાની ચર્ચા એટલે જાગી હતી કે, તાજેતરમાં જ્યારે કોંગ્રેસના હાઇ કમાન્ડે અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં જવાનો ઇન્કાર કર્યો અને કોંગ્રેસ નેતા જયરામ રમેશે આ વિશે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી ત્યારે મોઢવાડિયાએ ટ્વીટ કરીને લખ્યું હતું કે ભગવાન રામ આરાધ્ય દેવ છે.

દેશવાસીઓની આસ્થાનો વિષય છે, ત્યારે કોંગ્રેસ નેતાઓએ આવા રાજકીય નિવેદનથી દુર રહેવું જોઇએ. અર્જૂન મોઢવાડિયાએ રામ પ્રાણ પ્રતિષ્ઠા અંગે કોંગ્રેસ હાઈકમાન્ડથી વિરુદ્ધ પોતાનો મત દર્શાવ્યો હતો. આ સિવાય ગુજરાતના મોટા રાજકીય કાર્યક્રમ વાઈબ્રન્ટ ગુજરાતની પોરબંદર ખાતે યોજાયેલ ઈવેન્ટમાં પણ મોઢવાડિયા સામેલ થયા હતા અને તાજેતરમાં એક કથામાં પણ ભાજપ નેતાઓ સાથે મંચ શેર કર્યો હતો.

અગાઉ સી.જે ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું
ગુજરાતમાં જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ઉથપાથલ જોવા મળી રહી છે. ગુજરાતમાં ભાજપે ગઈકાલે 2024ની લોકસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂક્યું હતું અને તમામ લોકસભા બેઠકના મધ્યસ્થ કાર્યાલય શરુ કર્યા હતા. ભાજપનું ગુજરાતમાં ઓપરેશન લોટ્સ ચાલુ છે જે હેઠળ કોંગ્રેસ અને આપના નેતાઓને ભાજપમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. અગાઉ કોંગ્રેસના દિગ્ગજ કહી શકાય એવા વિજાપુરનાં ધારાસભ્ય સી. જે. ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું અને હવે કેસરિયા કરવાના છે ત્યારે હવે ઓપરેશન લોટ્સમાં સુદામાપુરી એટલે કે પોરબંદરની બેઠક અને કોંગ્રેસનાં સિનિયર નેતા અને ધારાસભ્ય અર્જુનભાઈ મોંઢવાડીયાનું નામ છાનેખૂણે ચર્ચામાં છે.