કોંગ્રેસમાં ઘરવાપસી કરનાર ઇન્દ્રનીલ રાજ્યગુરૂ શું નહીં લડે ચૂંટણી?- એણે જ આપ્યું આ મોટું નિવેદન

ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પાર્ટીઓ જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહી છે. આમ આદમી પાર્ટી(AAP) દ્વારા આજરોજ ઉમેદવારોની 11મી યાદી જાહેર કરવામાં આવી હતો. તો 4 નવેમ્બરના રોજ કોંગ્રેસ(Congress) દ્વારા પણ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી હતી. ચૂંટણી નજીક આવતાની સાથે જ સોફે બાજી માટે કેટલાક નેતાઓ પક્ષપલટાની ગુલાટ મારવાની પણ શરૂ કરી દીધી છે. આ બધાની વચ્ચે ચાર મહિના પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયેલા અને ફરી AAPને બાય બાય કઈ કોંગ્રેસમાં ઘરવાપસી કરેલા નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ(Indranil Rajyaguru)નું મોટું નિવેદન સામે આવ્યું છે.

જો વાત કરવામાં આવે તો કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ દ્વારા વિધાનસભા ચૂંટણીને લઈ મોટુ નિવેદન આપવામાં આવ્યું છે. આગામી વિધાનસભાની ચૂંટણી નહિ લડવાની તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તેમણે જણાવતા કહ્યું છે કે, પાર્ટીમાં રહીને આદમી પાર્ટી અને ભાજપને હરાવવાનું કામ કરીશ.

અમે તમને જણાવી દઈએ કે, રાજકોટની બે બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઇન્દ્રનીલનું નામ ચર્ચામાં હતુ. ઇન્દ્રનીલ રાજ્યગુરૂ જણાવ્યું હતું કે, મને ધારાસભ્ય બનવાનો કોઈ મોહ નથી અને સરકાર બદલવા માટે રાજકારણમાં સક્રિય રહ્યો છું. તેમણે વધુમાં કહ્યું કે, હું આજીવન કોંગ્રેસ ની સેવા કરતો રહીશ અને મને પક્ષ દ્વારા જે કામ સોંપવામાં આવશે એ કાર્ય કરીશ. વધુમાં કહ્યું હતું કે, મારે ચૂંટણી લડવી નથી અને હું કેજરીવાલને રોકવાની કોશિશ કરીશ.

BTP અને JDUનું ગઠબંધન:
ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP)એ નીતિશ કુમારની પાર્ટી JDU સાથે ગઠબંધન કરવાની જાહેરાત કરી છે. મળતી માહિતી અનુસાર, છોટુ વસાવાની હાજરીમાં BTPના પ્રદેશ અધ્યક્ષ અને જનતા દળના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. જે બાદ છોટુ વસાવા દ્વારા JDU અને BTP ભેગા થઈને ચૂંટણી લડશે એવો મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. છોટુ વસાવાએ જણાવતા કહ્યું કે, JDUના મદદ થી અમે ચૂંટણી લડીશું. વધુમાં તેમણે કહ્યું છે કે, આગામી દિવસોમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ચૂંટણીનો પ્રચાર કરવા માટે ગુજરાત આવશે.

બંને સાથે મળીને નવી યાદી જાહેર કરીશું: છોટુ વસાવા
BTPના સુપ્રીમો છોટુ વસાવાએ જણાવતા કહ્યું હતું કે, જનતા દળ અમારા જૂના સાથી છે અને જૂના સાથી સાથે મળીને અમે ચૂંટણી લડીશું. આજે JDU સાથે બેઠક છે. બંને સાથે મળીને આગામી નવી યાદી જાહેર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *