વિધાનસભાની ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી દિગ્ગજ નેતાને રાજકીય પટાંગણમા ઉતારી શકે છે. ગુજરાત રાજ્ય કોંગ્રેસ પ્રભારી તરીકે સચિન પાયલટને જવાબદારી મળી શકે છે. આ રાજકીય મુદ્દે આગામી અઠવાડિયામાં સત્તાવાર રીતે જાહેરાત થઈ શકે છે.
નોંધનીય છે કે સચિન પાયલટ રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી છે. રાજસ્થાન રાજ્યમાં કોંગ્રેસમાં ચાલતા આંતરિક વિખવાદ નો ટૂંક સમયમાં અંત આવી શકે છે. ચર્ચા થઈ રહી છે કે સચિન પાયલટ જૂથના ધારાસભ્યોને રાજસ્થાન સરકારમાં મંત્રી પદ મળશે.
આ યાદીમાં કોને કોને સામેલ કરવા તે અંગેનો નિર્ણય અશોક ગેહલોત અને સોનિયા ગાંધી પર છોડવામાં આવ્યો છે. મહત્વનું છે કે પોતાના જૂથના ધારાસભ્યો મંત્રી બન્યા બાદ સચિન પાયલટ ગુજરાત કોંગ્રેસની કમાન સંભાળી શકે છે. રાજીવ સાતવ ના નિધન બાદ લાંબા સમયથી ગુજરાત કોંગ્રેસના પ્રભારી પદ ખાલી પડ્યું છે.
કોંગ્રેસનાં સૂત્રોના જણાવ્યા અનુસાર પંજાબના વિવાદ બાદ હવે સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી ની સંપૂર્ણ ધ્યાન રાજસ્થાન પર છે. રાજસ્થાનના આંતરિક વિવાદ નો સમાધાન જુલાઈ મહિનામાં જ આવી જવું જોઈએ.
રાષ્ટ્રીય કોંગ્રેસે ગુજરાત કોંગ્રેસ પ્રભારી માટે સમીક્ષા કરી છે. નવા પ્રભારી તરીકે સચિન પાયલટ અને બીકે હરિપ્રસાદ નું નામ ચર્ચામાં છે. કોંગ્રેસની પ્રથમ પસંદગી બીકે હરિપ્રસાદ હોય શકે છે. કારણ કે બીકે હરિપ્રસાદ અગાઉ ભૂતકાળમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રહી ચુકેલ છે. જ્યારે બીજીબાજુ સચિન પાયલોટ રાજસ્થાનના અનુભવી નેતા છે. સાથે સાથે સચિન પાયલટને રાહુલ ગાંધીના નજીકના માનવામાં આવે છે. કોંગ્રેસ નેતા રાજીવ સાતવ નિધન બાદ ગુજરાત કોંગ્રેસ પ્રભારી પદ હાલમાં ખાલી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.