ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ અને વિપક્ષ નેતાના નામ નક્કી- જુના ચહેરાઓને ઘરે જ બેસાડશે કોંગ્રેસ હાઈ કમાંડ

આગામી વર્ષે ગુજરાત વિધાસભાની ચુંટણીઓ આવી રહી છે. હાલમાં ગુજરાત કોંગ્રેસ અમિત ચાવડાને અધ્યક્ષ તરીકે કામ ચલાવી રહ્યું છે. ત્યારે હવે ૨૫ વરસથી ગુજરાતમાં હારવાનો…

આગામી વર્ષે ગુજરાત વિધાસભાની ચુંટણીઓ આવી રહી છે. હાલમાં ગુજરાત કોંગ્રેસ અમિત ચાવડાને અધ્યક્ષ તરીકે કામ ચલાવી રહ્યું છે. ત્યારે હવે ૨૫ વરસથી ગુજરાતમાં હારવાનો રેકોર્ડ જાળવી રાખનાર જુના જોગીઓ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, સિદ્ધાર્થ પટેલ ના નામ સાઈડલાઈન થઇ ગયા છે. તેવી આધારભૂત સુત્રો પાસેથી મળી છે. અમુક નેતાઓને આ જાણ થતા જ અચાનક જાહેરમાં આવવા લાગ્યા છે.  અને ફરીથી હોદ્દો મેળવવા પ્રયાસરત થઇ ગયા છે.

શું ધ્યાનમાં લઈને આ નેતાઓને આપી તિલાંજલિ?
કોંગ્રેસ હાઈ કમાન્ડે અહેમદ પટેલના ગયા પછી સાચી પરિસ્થિતિથી વાકેફ થયું છે. કારણકે ગુજરાત કોંગ્રેસમાં તમામ નિર્ણયો અહેમદ પટેલ જ લેતા હતા. પણ તેના નિધન બાદ હવે ગુજરાતની પરિસ્થિતિ દિલ્હી હાઈકમાન્ડ મેળવી રહ્યું છે. દિલ્હી સ્થિત કોંગ્રેસ હાઈ કમાન્ડ સાથે સંકળાયેલા વ્યક્તિઓ પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ છેલ્લા 25 વર્ષથી શા માટે કોંગ્રેસ જીતી નથી શકી? શા માટે હાર્દિક પટેલનો ફાયદો કોંગ્રેસને ન મળ્યો? શા માટે સ્થાનિક સ્વરાજ્યમાં કોંગ્રેસનો એકડો નીકળી ગયો?  આ સવાલોના જવાબ અલગ અલગ માધ્યમો દ્વારા સીધા રાહુલ ગાંધી દ્વારા મેળવાયા છે. જેમાં તમામ માટે જવાબદાર ગુજરાત કોંગ્રેસ પર રાજ કરી રહેલા નેતાઓ જ ઠર્યા છે.

છેલ્લા 25 વર્ષમાં 70 જેટલા કોંગ્રેસના ધારાસભ્યો – પૂર્વ સાંસદ/ પૂર્વ મંત્રીઓ અને આશાસ્પદ કોંગ્રેસના આગેવાનોને પક્ષ છોડી ગયા છે તેનું કારણ પણ આ નેતાઓ જ બન્યા છે એવું સામે આવ્યું છે. સાથે સાથે શંકર સિંહ વાઘેલાને કોંગ્રેસ છોડાવવા મજબુર કરવામાં પણ આ જ નેતાઓનો હાથ હોવાની જાણકારી દિલ્હી હાઈ કમાન્ડને થઇ ગઈ છે.

સુત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર જુન મહિના અંત સુધીમાં ગુજરાત કોંગ્રેસને નવા અધ્યક્ષ અને વિપક્ષ નેતા મળી જશે. જેમાં ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ તરીકે 3 નામોની ચર્ચા થઇ છે અને આ ચર્ચા મુજબ કોંગ્રેસ હાઈ કમાંડ હાલના વિપક્ષ નેતા અને અધ્યક્ષના પાટીદાર- OBC કોમ્બીનેશન ને જાળવી રાખશે પરંતુ હોદ્દાઓની ફેરબદલ કરશે. વિપક્ષ નેતા તરીકે શૈલેષ પરમાર, પૂજા વંશ અથવા લાખાભાઈ ભરવાડનું નામ સામે આવ્યું છે જયારે અધ્યક્ષ પદની રેસ માટે ડો જીતુ પટેલ, મનહર પટેલ, હર્ષદ રીબડીયા, ડો હિમાંશુ પટેલના નામ ચર્ચામાં છે.

ગત ચુંટણીમાં આમ આદમી પાર્ટીના પ્રદર્શનને જોતા અર્બન વિસ્તારમાં કોંગ્રેસને મજબુત અને ચૂંટણી ફંડ ખેંચી લાવે તેવા નેતાની જરૂર છે, ત્યારે દક્ષીણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ નામના ધરાવતા અને જાણીતા ચહેરાને તક આપવાનું વિચારી રહી છે. અને કોંગ્રેસ હાઈ કમાન્ડ નવા ચહેરા મુકીને એક કાંકરે બે કાગડા  મારીને કોંગ્રેસને મજબુત ન થવા દેનાર નેતાઓ અને તેના મળતીયાઓને ઘરભેગા કરશે તે નક્કી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *