દ્વારકા ખાતે કોંગ્રેસની ત્રીદિવસીય ચિંતન શિબિરના અંતિમ દિવસે સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યો હતો, શિબિરમાં ઉપસ્થિત ૭૦૦ થી વધુ કોંગ્રેસ ના ઉચ્ચ હોદેદારો હાજર રહ્યા હતા. જ્યાં જનતા લક્ષી મુદ્દાઓ અને કોંગ્રેસ પક્ષના પોતાના અભિગમ રજૂ કરવામાં આવ્યો હતો.
૨૦૨૨ ચૂંટણીમાં ૧૨૫ પ્લસના ટાર્ગેટ સાથે કોંગ્રેસ વિધાનસભા ગૃહથી લઇ રસ્તાઓ સુધી જન આંદોલન શરૂ કરશે, જેની બાબતે આ દ્વારકા માં યોજાયેલી ચિંતન બેઠક માં નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથેજ બંધબારણે બેઠક મળી હતી. આ બેઠકમાં જગદીશ ઠાકોર, રઘુ શર્મા, સુખરામ રાઠવા, હાર્દિક પટેલ, ભરતસિંહ સોલંકી, અને અમિત ચાવડા તથા જીગ્નેશ મેવાણી સહિતના અનેક મોટા કોંગી નેતાઓ સાથે બેઠક કરવામાં આવી હતી. વિધાનસભા ચૂંટણી અંગે બેઠકમાં ચર્ચા થઈ, પ્રદેશના માળખાને લઈને પણ સંભવિત ચર્ચા થઇ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
હંમેશા વિવાદોથી ઘેરાયેલા રહેલા ભરતસિંહ સોલંકી આજે ફરી નવા વિવાદમાં સપડાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં ભરતસિંહ સોલંકીના બે થી પણ વધારે પારિવારિક વિવાદો જનતાની સામે આવ્યા બાદ આજે રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારકાની મુલાકાતે આવ્યા હતા. જ્યાં આગમન સમયે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ રાહુલ ગાંધી ના સ્વાગત ની તૈયારી કરી રહ્યા હતા.
ત્યારે સૌ કોઈ મોટા નેતાઓ લાઈન માં ઉભા હતા અને રાહુલ ગાંધી સૌ કોઈ ને હાથ મેળવી અભિવાદન કરી રહ્યા હતા, ત્યારે અચાનક ત્યાં ભરતસિંહ સોલંકી આવી ચડતા રાહુલ ગાંધી ખૂબ નારાજ થયા હતા, તેમજ મોઢું ફેરવી ને ત્યાં થી ચાલતી પકડી લીધી હતી અને તેમની સાથે નજર સુધ્ધા મલાવી નોહતી.
એક કારણ એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે, ગુજરાત કોંગ્રેસ ના પ્રવકતા જયરાજસિંહ પરમાર જેવા અમુક આગેવાનો તાજેતરમાં ભાજપા માં જોડાયા હતા તે ભરતસિંહ કેમ્પ ના ગણાતા હતા. આ સિવાય પણ ભરતસિંહ સોલંકી ના પત્ની દ્વારા પોતાના પતિ વિરૂધ્ધ રાહુલ ગાંધીને ફરિયાદ કરવામાં આવી હતી. તેમની બહેન અલકા પટેલ દ્વારા પણ અગાઉ નોટિસ ફટકારવામાં આવી છે. એવા કારણો પણ હોઈ શકે છે એવી ચર્ચાઓ આજે ગુજરાત કોંગ્રેસ ના કાર્યકર્તાઓ માં થઈ રહી છે.
કોંગ્રેસને વિચારધારા અને દિશા ગુજરાતે આપી હતી. નહેરુ, સરદાર પટેલ અને ગાંધીજીએ માર્ગદર્શન આપ્યું હતું. મારા પરદાદા પણ ગાંધીજી સાથે કામ કરતા હતા. જ્યારે ગુજરાત આવું છું ત્યારે મને સારું લાગે છે અને સિખવા મળે છે. ગુજરાત કોંગ્રેસ યુનિક રીતે કામ કરે છે.આપણી પાર્ટી ગુજરાતથી જન્મેલી છે. દરેક પ્રદેશમાં કોંગ્રેસ ઉભી થઈ હતી.ચૂંટણી અંગે રાહુલ ગાંધીએ નિવેદન આપતાં કહ્યું હતું કે, તમે ચૂંટણી જીતી ગયા છો.આ ચૂંટણી કોઈ સમસ્યા છે જ નહિ.આ ચૂંટણી આપણે જીતી ચૂક્યા છીએ. સમસ્યા એ છે કે તમે તે માની નથી શકતા.તમે અહી લડો છો એટલે મોદી સામે થોડો આત્મવિશ્વાસ ઓછો છે.