ખોડલધામ ના ચેરમેન નરેશ પટેલે ફરી એકવાર ગુજરાતના રાજકારણમાં ગરમાવો કર્યો છે તેને રાજકીય પાસા ફેંક્યા છે. હવે વખત કોંગ્રેસનો વખત આવી ગયો છે તેવું કદાચ ગુજરાતીઓ માની રહ્યા છે. પરંતુ આ કોંગ્રેસને તેના નેતાઓ રાહુ અને કેતુ બનીને કોંગ્રેસને ગ્રહણ બનીને ખાઈ રહ્યા છે એ પણ જગજાહેર છે.
આજે સવારથી કોંગ્રેસ દ્વારા ગુજરાત પ્રભારી નિમાયેલા રઘુ શર્મા એક પછી એક નિવેદન આપી રહ્યા છે અને તેનો પ્રત્યુત્તર પણ નરેશ પટેલ આપ્યો છે. ગુજરાતીઓ વિચારી રહ્યા છે કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય જશે કે તેમ ત્યારે એક ચોંકાવનારી વાત સામે આવી છે.
ગત નવેમ્બર મહિનામાં અમદાવાદ ના જોધપુર વિસ્તારમાં એક કોંગ્રેસી નેતાના ઘરે બેઠક યોજાઇ હતી. જેમાં નરેશ પટેલ સહિત ગુજરાતના પાટીદાર સમાજના એવા નેતાઓ સામેલ હતા કે જે કોંગ્રેસ સાથે સંકળાયેલા છે. આ બેઠકમાં પાટણના ધારાસભ્ય કીરીટ પટેલ ને બાદ કરતા તમામ પાટીદાર ધારાસભ્યો હાજર હતા. આ બેઠકમાં હાર્દિક પટેલની પણ હાજરી હતી.
આ બેઠક નરેશ પટેલ ની મધ્યસ્થીમાં જ યોજવામાં આવી હતી અને બેઠકમાં ત્રણ મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. જેમાં પ્રદેશ પ્રમુખ કોઈ ઓબીસી નેતા અને બનાવવામાં આવે અને વિપક્ષી નેતાની કમાન કોઈ ટ્રાયબલ એરીયા ના ધારાસભ્ય ને સોંપવામાં આવે. સાથે સાથે ગુજરાતના રાજકારણમાં બની બેઠેલા ઓબીસી નેતાઓ કે જેમણે ગુજરાતની કોંગ્રેસને બાનમાં લઈ રાખી છે, તેવા નેતાઓને સાઈડલાઈન કરીને તમામ જવાબદારીઓ નવા નિમાયેલા નેતાઓને પુરા પાવર સાથે સોંપવામાં આવે. ગુજરાત ની આવનારી વિધાનસભા ચૂંટણીમાં ઇલેક્શન કેમ્પેઇન કમિટીના ચેરમેન પદ નરેશ પટેલને સોંપવામાં આવે અને જૂની કીટલી અને સાઈડલાઈન કરીને નવા ચહેરાઓ અને સ્થાન આપવામાં આવે.
નરેશ પટેલ કોંગ્રેસ હાઈ કમાન્ડ ની મંજૂરી વગર ગુજરાતની ચુંટણીની તૈયારીઓ કરશે અને તેની પણ વ્યવસ્થા કરી આપશે તેવી બાંયધરી આપી ચૂક્યા છે, સામે તેઓએ પાટીદાર અને સૌરાષ્ટ્રવાસી તરીકે પોતાને મુખ્યમંત્રી નો ચહેરો જાહેર કરવામાં આવે તેવી પણ માગણી કરી હોવાની જાણકારી આ બેઠકમાં સામેલ નેતાએ આપી છે.
આ વાતનો વિરોધ એકમાત્ર હાર્દિક પટેલે કર્યો હતો અને પરેશ ધાનાણીએ પણ છૂપો રોષ વ્યક્ત કરીને કહ્યું હતું કે, ‘કોંગ્રેસમાં આવ્યા બાદ બધું મળે એ પહેલા કોંગ્રેસ કાંઈ આપતી નથી’ અને હાર્દિક પટેલે પણ કહ્યું હતું કે, ‘કોંગ્રેસ ક્યારેય મુખ્યમંત્રી નો ચહેરો જાહેર કરતું નથી એટલે તમે એ વાત સાઈડમાં રાખો’. ત્યારે બેઠકમાં હાજર પ્રદેશ લેવલના એક નેતાએ હાર્દિક પટેલને સણસણતો જવાબ આપ્યો હતો કે “કોંગ્રેસ જખ મરાવીને આપશે”.
આ બેઠક દરમિયાન નક્કી કરવામાં આવ્યું હતું કે ખોડલધામ પાટોત્સવ બાદ કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરવામાં આવશેના. પરંતુ કોરોના ને કારણે આ પાટોત્સવ પણ ટુકાવવામાં આવ્યો હતો. જે પ્રકારે યોજના બનાવવામાં આવી હતી તે સંપન્ન થઇ શકી નથી. નરેશ પટેલ પોતાની સાથે ભાજપ માંથી સાઇડલાઇન કરાયેલા નેતાઓ અને મંત્રી પદેથી હટાવાયેલા નેતાઓને સાથે રાખીને કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો પણ કરવામાં આવી રહી છે.